Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ કલેક્ટર કચેરીમાં હંગામો: અપક્ષ ઉમેદવારના ટેકેદારોની નકલી સહીનો ઘટસ્ફોટ, પોલીસ બોલાવવી પડી

અમદાવાદ કલેક્ટર કચેરીમાં હંગામો: અપક્ષ ઉમેદવાર ના ટેકેદારોની નકલી સહીનો ઘટસ્ફોટ, પોલીસ બોલાવવી પડી

અમદાવાદમાં ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમિયાન કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો મચ્યો હતો. દરિયાપુર વોર્ડના અપક્ષ ઉમેદવાર ના ટેકેદારોએ છેલ્લી ઘડીએ ધડાકો કર્યો કે ફોર્મમાં તેમની સહી જ નથી. આ વિવાદને પગલે કલેક્ટર કચેરીમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

શું હતો સમગ્ર મામલો?

દરિયાપુર વોર્ડમાં અપક્ષ ઉમેદવાર એ  ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમાં જે ટેકેદારોના નામ હતા તેમણે જ વિરોધ નોંધાવ્યો હતો. ટેકેદારોએ આક્ષેપ કર્યો કે:

  • ઉમેદવારના ફોર્મમાં કરવામાં આવેલી સહીઓ તેમની નથી, એટલે કે સહીઓ ખોટી છે.

  • માત્ર આધારકાર્ડ મેળવીને ટેકેદારોની જાણ બહાર તેમના નામ ફોર્મમાં લખી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી

આ મામલો બહાર આવતા જ કોંગ્રેસના ઉમેદવાર નિરવ બક્ષી એ મેદાનમાં ઉતરી ફોર્મ રદ કરવાની માંગ કરી હતી. નાયબ કલેક્ટર અને નિરવ બક્ષી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મધ્યસ્થી કરવા માટે દોડી આવવું પડ્યું હતું.

ચૂંટણી અધિકારીનો નિર્ણય

કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે ભાજપે મતો તોડવા માટે આ અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી અધિકારીએ આ મામલે કાયદેસરનું એફિડેવિટ કરી આપવા જણાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારે એડવોકેટ દ્વારા તાત્કાલિક એફિડેવિટ કરાવવાની તૈયારી દર્શાવી છે.

સંબંધિત પોસ્ટ્સ

Gujrati સિનેમાનો ઈતિહાસ બદલનાર ફિલ્મ લાલો કૃષ્ણની OTT પર એન્ટ્રી, ડિજિટલ પ્લેટફોર્મ પર મચાવશે ધૂમ!

aminparmar

ઈરાને ચીનને આપ્યો મોટો ઝટકો: હોર્મુઝની ખાડીમાં ચીની જહાજોને રોક્યા, અધવચ્ચેથી લેવો પડ્યો ‘યુ-ટર્ન’

praxpatel

સરકારનું કાવતરું:- એક જ વર્ષમાં વિધવા સહાયના 94% લાભાર્થીઓના નામ યાદીમાંથી આઉટ!

ANIL PATEL