Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો: વિઝા નિયમો કડક થતા 40 ટકા અરજીઓ રિજેક્ટ, જાણો નવા નિયમો

ઓસ્ટ્રેલિયા માં વિઝા નિયમો કડક થતા 40 ટકા અરજીઓ રિજેક્ટ, જાણો નવા નિયમો

ઓસ્ટ્રેલિયા જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી છે. વર્ષ 2026માં ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિઝા પ્રક્રિયામાં કરવામાં આવેલા મોટા ફેરફારોને કારણે દર 10માંથી 4 ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી ફગાવી દેવામાં આવી રહી છે.

ભારત ‘હાઈએસ્ટ રિસ્ક’ કેટેગરીમાં

ઓસ્ટ્રેલિયા એ જાન્યુઆરી 2026થી ભારતને સ્ટૂડન્ટ વિઝા ફ્રેમવર્ક હેઠળ ‘હાઈએસ્ટ રિસ્ક’ (Highest Risk) કેટેગરીમાં મૂક્યું છે. આનો અર્થ એ છે કે હવે ભારતીય વિદ્યાર્થીઓની ફાઈલોની તપાસ અત્યંત બારીકાઈથી કરવામાં આવે છે. ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ માટે પણ નિયમો સમાન રીતે કડક બનાવાયા છે.

ઓસ્ટ્રેલિયા માં અરજીઓ વધી પણ મંજૂરીનો દર ઘટ્યો

આંકડાકીય માહિતી મુજબ, ભારતીય વિદ્યાર્થીઓ તરફથી વિઝા માટેની અરજીઓમાં 36 ટકાનો વધારો થયો છે, પરંતુ તેની સામે રિજેક્શન રેટ પણ વધીને 40 ટકા એ પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન સરકારનું માનવું છે કે ઘણા અરજદારો માત્ર કામ કરવાના હેતુથી વિઝા મેળવે છે, તેથી હવે માત્ર સાચા વિદ્યાર્થીઓને જ મંજૂરી આપવામાં આવી રહી છે.

કેવા પ્રકારની ભૂલોને કારણે વિઝા રિજેક્ટ થાય છે?

ઓસ્ટ્રેલિયન હાઈકમિશન દ્વારા નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે:

  • નકલી દસ્તાવેજો: શૈક્ષણિક લાયકાતના ખોટા ડોક્યુમેન્ટ્સ.

  • નાણાકીય માહિતી: બેંક બેલેન્સ અથવા ફાઈનાન્શિયલ સપોર્ટના ખોટા પુરાવા.

  • GS (Genuineness Test): વિદ્યાર્થી ખરેખર ભણવા માંગે છે કે નહીં તેની ચકાસણી માટે લેવાતી કસોટીમાં નિષ્ફળતા.

વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ?

જો તમે ઓસ્ટ્રેલિયા ના વિઝા માટે અરજી કરી રહ્યા હોવ, તો તમામ દસ્તાવેજો પારદર્શક રાખવા અને નાણાકીય પુરાવાઓ સચોટ આપવા અનિવાર્ય છે. ખોટી માહિતી આપનાર સામે કાયમી પ્રતિબંધ જેવી કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

125 મિનિટનો ખૌફનાક ખેલ: આ ફિલ્મનો દરેક સીન ઉડાવી દેશે હોશ, અંત જોઈને ફાટી જશે આંખો

praxpatel

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે ઈંધણ સસ્તું, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુંદાટ

praxpatel

ટ્રમ્પની શાંતિની વાત વચ્ચે ઈરાનના ગેસ ગ્રીડ પર મોટો હુમલો, કુવૈતમાં અંધારપટ

praxpatel