Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

શુભેન્દુ અધિકારી સીએમ બનતા જ અભિષેક બેનર્જી આક્રમક: ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા ગંભીર સવાલો

શુભેન્દુ અધિકારી સીએમ બનતા જ અભિષેક બેનર્જી આક્રમક: ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા ગંભીર સવાલો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો છે. શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લેતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા અભિષેક બેનર્જી એ સવાલોનો મારો ચલાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને નવી સરકાર અને ચૂંટણી પ્રક્રિયા પર આકરા પ્રહારો કર્યા છે.

30 લાખ મતદારોના નામ હટાવવાનો આરોપ ; અભિષેક બેનર્જી

અભિષેક બેનર્જીએ દાવો કર્યો છે કે બંગાળમાં ચૂંટણી ખૂબ જ કઠિન સંજોગોમાં લડવામાં આવી હતી. તેમનો આરોપ છે કે લગભગ 30 લાખ ‘વાસ્તવિક મતદારો’ ના નામ મતદારી યાદીમાંથી જાણીજોઈને હટાવી દેવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ અને સરકારી એજન્સીઓની કામગીરી પર પણ શંકા વ્યક્ત કરી છે.

CCTV ફૂટેજ જાહેર કરવાની માંગ

TMC નેતાએ મતગણતરીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે માંગ કરી છે કે:

  • મતગણતરી કેન્દ્રોના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે.

  • VVPAT સ્લિપની ગણતરીમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે.

  • કંટ્રોલ યુનિટમાં થયેલી કથિત ગરબડની તપાસ થાય.

હિંસા અંગે વ્યક્ત કરી ચિંતા

ચૂંટણી પછીની હિંસા અંગે અભિષેક બેનર્જીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે TMC ઓફિસો પર હુમલા કરવામાં આવ્યા છે. કાર્યકરોને ડરાવવામાં આવી રહ્યા છે અને ઘણા સમર્થકોએ ઘર છોડવા પડ્યા છે. લોકશાહીમાં સુરક્ષા સૌથી મહત્વની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

TMC મજબૂત વિપક્ષ તરીકે લડશે

અભિષેક બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે TMC મમતા બેનર્જીના નેતૃત્વમાં મજબૂત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવશે. તેમણે કાર્યકરોને એકજુઠ થવા અપીલ કરી છે. હિંસા કે ધમકીનો સામનો કરી રહેલા કાર્યકરોને સીધો સંપર્ક કરવા પણ જણાવ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

Census 2027: કેન્દ્ર સરકારે જાહેર કર્યા 40 પ્રશ્નો, જાતિ અને કોવિડ રસીકરણની પણ માંગવામાં આવશે વિગતો

praxpatel

અમદાવાદની 149મી રથયાત્રા: ભગવાનના મોસાળ સરસપુરમાં હજારો કિલો મોહનથાળ અને ફૂલવડી તૈયાર

praxpatel

મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા કર્યા જાહેર, ‘168 માસૂમોના હત્યારા’ ગણાવી લગાવ્યા ગંભીર આરોપ

praxpatel