The politics of Narmada district has heated up in the controversy over allegations of demolition of 75 lakhs. MP Mansukh Vasava and MLA Chaitar Vasava are making allegations against allegations.
Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

કાકા મનસુખ વસાવા અને ભત્રિજા ચૈતર વસાવા વચ્ચે તોડકાંડને લઇને વિવાદ ગરમાયો !

CHAITAR VASAVA

CHAITAR VASAVA

NARMADA NEWS

DATE – 25 DEC

75 લાખના તોડના આક્ષેપોના વિવાદમાં નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.સાંસદે ધારાસભ્ય પર 75 લાખ રૂપિયાનો ‘તોડ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સાંસદના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતે જિલ્લાપ્રમુખ નીલ રાવની હાજરીમાં આ વાત સ્વીકારી હતી, જોકે ગઈકાલે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને આ બાબતે સ્પષ્ટતા માગી ત્યારે કલેક્ટરે આવી કોઈપણ માગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. કલેક્ટર આ વાતથી ફરી જવાથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે. અને સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડવાની વાત સાંસદે કરી છે.

શું છે સમગ્ર ઘટના
આ ઘટનાની વાત કરીએ તો સમગ્ર મામલાની શરૂઆત સાંસદ મનસુખ વસાવાએ કરેલા આરોપ બાદ શરૂ થઈ હતી. સાંસદે આરોપ લગાવ્યો હતો કે નર્મદા જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખની લાંચ માંગી હતી. મનસુખ વસાવા પ્રમાણે જિલ્લા કલેક્ટર (એસ કે મોદી) એ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની હાજરીમાં આ વાતની જાણ સાંસદને કરી હતી.

CHAITAR VASAVA

 

સાંસદ મનસુખ વસાવાના આરોપ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આ બાબતે ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા ધારાસભ્ય ચૈતરભાઈ દ્વારા આવી કોઈ માંગણી કરી હોવાની વાતને નકારી કાઢી હતી. કલેક્ટરના આ નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવા લાલધૂમ થઈ ગયા છે અને તેમણે આરોપ લગાવ્યો કે કલેક્ટર ચૈતર સાથે મળી સત્ય છુપાવી રહ્યાં છે.

શું બોલ્યા સાંસદ મનસુખ વસાવા
આ અંગે વાત કરતા ગુસ્સામાં સાંસદે કહ્યુ, ‘ચૈતર વસાવાએ અધિકારીઓને ડરાવીને પૈસા માંગ્યા હતા. મારી પાસે તેનું રેકોર્ડિંગ પણ છે. કલેક્ટરે મને આ વાત કહી હતી, પરંતુ હવે તેઓ સ્ટેન્ડ લેતા ડરે છે. હું અધિકારીઓ અને સરકારની આબરૂ બચાવવા માટે લડી રહ્યો છું, જ્યારે અધિકારીઓ ગુનેગારોને બચાવી રહ્યાં છે.’

સાંસદ મનસુખ વસાવાએ કહ્યુ કે સરકારે આ બાબતે સ્ટેન્ડ લેવું પડશે કે કોણ સાચુ છે- કલેક્ટર, મનસુખ વસાવા કે ચૈતર વસાવા? જો સરકાર મને ન્યાય નહીં આપે અને ખોટા લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો હું ભાજપ છોડી દઈશ.

 

સંબંધિત પોસ્ટ્સ

ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાની મોટી જાહેરાત: ‘હું આગામી લોકસભા ચૂંટણી નહીં લડું’

praxpatel

ઈરાનથી નીકળી જવા ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ

aminparmar

Surat: ઇન્સ્ટાગ્રામ પર ‘કીટઝી’ સ્કૂલની ફ્રેન્ચાઇઝીની લાલચ આપી યુવક સાથે 3 લાખની ઠગાઈ

aminparmar