Gujarat Plus
Breaking News
અન્ય

કોર્પોરેશનની બેદરકારીથી 35 વર્ષના યુવાનના મોત મુદ્દે AAP નેતા બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં કોર્પોરેશનની ઓફિસમાં હલ્લાબોલ

AAP નેતાઓ જાણે ક્રિમીનલ હોય એમ મેઇન ગેટ બંધ કરી દીધો, છેવટે ગેટ કૂદીને આવેદન આપવા ગયા

AAP યોદ્ધાઓ ગેટ કૂદી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું, ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે યુવાનનું મોત: બ્રિજરાજ સોલંકી AAP

જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરો, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો: બ્રિજરાજ સોલંકી AAP

જવાબદાર સામે માનવવધનો ગુનો દાખલ કરો, મૃતકના પરિવારને 5 કરોડનું વળતર ચૂકવો: બ્રિજરાજ સોલંકી AAP

જાહેર સલામતી સાથે સમજૂતી નહીં, શહેરના તમામ જોખમી કામોની તાત્કાલિક સમીક્ષા માંગ: બ્રિજરાજ સોલંકી AAP

અમદાવાદ/વડોદરા/ગુજરાત

વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના યુવાન વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણ નહિ હોવાને કારણે ગટરમાં પડવાથી તેનું મૃત્યુ થયું. આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઇસ્ટ ઝોન તેમજ વડોદરા શહેર પ્રભારી અશોક ઓઝાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા હતાં અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. તેમ છતાં આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ દ્વારા ગેટ કૂદી ડેપ્યુટી કમિશનર કરીને આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરી હતી. જો આગામી દિવસોમાં પીડિત પરિવારને ન્યાય નહીં આપવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આમ આદમી પાર્ટીએ ઉચ્ચારી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ મ્યુનિસિપલ કમિશનર સામે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભામાં કોર્પોરેશનની ગંભીર બેદરકારીના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન અને સંબંધિત કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે. જાહેર સલામતી માટે જરૂરી પગલાં લેવામાં ન આવતા એક યુવાનનો જીવ ગયો છે, જે સમગ્ર શહેર માટે એક ચિંતાનો વિષય છે. આમ આદમી પાર્ટી સમગ્ર વડોદરા શહેર તરફથી કોર્પોરેશન સમક્ષ માંગ કરે છે કે આ ઘટના મુદ્દે તાત્કાલિક, નિષ્પક્ષ તથા પારદર્શક તપાસ કરવામાં આવે અને જવાબદારો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અમારી માંગ છે કે આ ઘટનામાં જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. અમારી વધુ માંગ છે કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારી સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. મૃતકના પરિવારને પાંચ કરોડનું વળતર ચૂકવવામાં આવે. આવી દુર્ઘટના ફરીથી ન બને એ માટે શહેરમાં ચાલી રહેલા તમામ જોખમી વિકાસ કાર્યોની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે.

આમ આદમી પાર્ટી ગુજરાત

સંબંધિત પોસ્ટ્સ

ચાંદી ઓલ ટાઈમ હાઈના બીજા દિવસે ₹784 સસ્તી થઈ: સોનાની કિંમતમાં 80 રૂપિયાનો ઘટાડો, સોનું ₹1,32,394/10g થયું

Gujarat Plus

સોના-ચાંદી પછી પ્લેટિનમ 18 વર્ષના રેકોર્ડ સ્તરે: આ વર્ષે 121% વધ્યો, 10gની કિંમત ₹61,513; ઓટોમોબાઈલ સેક્ટરમાં માગને કારણે તેજી

Gujarat Plus

મુસ્લિમ મહિલાનું નામ પૂછીને ધાબળો પાછો લઈ લીધો ભાજપના નેતાએ

aminparmar