વિસાવદર-28 ડિસેમ્બર
વિસાવદરમાં ખોટી FIR મુદ્દે AAP નેતા હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરીયા અને ભદ્રેશભાઈ બાબરીયાએ વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતાની ધરપકડ કરાવી
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ઘૂંટણિયે બેસીને મહિલા પોલીસ અધિકારીને સવાલ કર્યા
અમને ફરિયાદ મળી હતી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને પૈસા માંગવામાં આવે છે અને જો પૈસા ન આપવામાં આવે તો માલ રિજેક્ટ કરવામાં આવે છે: ગોપાલ ઈટાલીયા
અનેક અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ આવ્યું નહીં: ગોપાલ ઈટાલીયા
વિસાવદર પોલીસ સ્ટેશનમાં 24 તારીખે આ મુદ્દે લેખિતમાં ફરિયાદ કરી હતી: ગોપાલ ઈટાલીયા
મારી ફરિયાદ બાદ પણ વિસાવદર પોલીસે કોઈ પગલા લીધા નહીં: ગોપાલ ઈટાલીયા
ટેકાના ભાવમાં જે ભ્રષ્ટાચાર થાય છે અને એમાંથી બધા જ અધિકારીઓને કટકી મળતી હોય, એ પ્રમાણે દરેક લોકોએ કામ કરવાનું બંધ કરી દીધું: ગોપાલ ઈટાલીયા
ખેડૂતોની મદદ કરવા પહોંચેલા હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરીયા અને ભદ્રેશભાઈ બાબરીયા પર છેડતીનો ગુનો દાખલ કર્યો: ગોપાલ ઈટાલીયા
બોટાદમાં પણ કડદો કરનાર લોકોની ફરિયાદ કરવા જનાર રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ આજે જેલમાં છે: ગોપાલ ઈટાલીયા
ખેડૂતો સાથે બળજબરી કરનારા નહીં પરંતુ બળજબરી વિરુદ્ધ લડનારા લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ ગઈ: ગોપાલ ઈટાલીયા
ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે, એને ભાજપ પકડી પકડીને જેલમાં નાખે છે: ગોપાલ ઈટાલીયા
ખોટી FIR રાત્રે દાખલ થઈ અને 24 કલાકની અંદર અરેસ્ટ પણ કરી લેવામાં આવ્યા: ગોપાલ ઈટાલીયા
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવના પૈસા માંગવાની ઘટના સામે આવી, ત્યારબાદ કોઈ ખેડૂતે આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે “અમારી પાસેથી બળજબરીથી પૈસા માંગે છે, અમને મદદ કરો”. મદદ કરવા માટે અમારા કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા, તો પોલીસે અમારી ટીમનાં હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરીયા અને ભદ્રેશભાઈ બાબરીયા પર છેડતીનો ગુનો દાખલ કર્યો. વિસાવદરના ખરીદી કેન્દ્ર પર કામ કરતી મહિલાઓની છેડતી કરવામાં આવી તેવો ગુનો દાખલ કરવામાં આવ્યો. ત્યાં છેડતી કરવા કોઇ ગયું જ ન હતું. મૂળ મુદ્દો એ છે કે બોટાદમાં ખેડૂતો સાથે કડદો થયો ત્યારે રજૂઆત કરવા ગયેલા રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ સામે એફઆઇઆર નોંધી જેલનાં ધકેલવામાં આવ્યા. વિસાવદરમાં પણ ખેડૂતો સાથે કોઈ બળજબરી કરે, એની ફરિયાદ ગોપાલ ઇટાલીયા કરે તો બળજબરી કરનારા પર નહીં, બળજબરીની વિરુદ્ધ લડાઈ લડનાર હરેશભાઈ, રવિભાઈ, ભદ્રેશભાઈ પર છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી. મેં પણ ફરિયાદ આપી અને વિડિયો પણ આપ્યો છે. પરંતુ મેડમ માનવા તૈયાર નથી. મોઢેથી બોલશે નહીં કે ભાજપની ના છે. પરંતુ ગુજરાતમાં જે લોકો ખેડૂતો માટે લડે છે તેને ભાજપ પકડી પકડીને જેલમાં પૂરી દે છે. કોઈની પર 307 તો હરેશભાઈ પર એટ્રોસિટીની કલમ લગાડવામાં આવી છે. આ તો એટ્રોસિટીના કાયદાનો ભયંકર દુરુપયોગ છે. સમાજમાં ગરીબ અને વંચિત માણસને રક્ષણ મળે તે માટે એટ્રોસિટીનો કાયદો બનાવવામાં આવ્યો છે.પરંતુ ભાજપના એજન્ટોએ મળીને એટ્રોસિટીના કાયદાને ભાજપ વિરુદ્ધ લડતા લોકોને ફસાવા માટેનું હથિયાર બનાવી દીધું છે. આ ખોટું છે. ખેડૂતો માટે લડાઈ લડતા લોકો વિરુદ્ધ આવી રીતે કાયદાનો દૂર ઉપયોગ કરવામાં આવે તો આ કાયદાને પણ નુકસાન થશે. ભવિષ્યમાં કોર્ટમાં પણ તકલીફ પડશે, પીડિત પરિવારને ન્યાય નહીં મળે. આજે ખેડૂતો માટે લડાઈ લડી રહેલા હરેશભાઇ પર ગંભીર કલમો લગાવી ધરપકડ કરવામાં આવી છે. હું ગુજરાતના લોકોને કહેવા માગું છું કે પોતાનો આત્મા જગાડો. આ શું ચાલી રહ્યું છે ? ધારાસભ્યએ ફરિયાદ આપી તેના પર અહીંના લોકો એક્શન લેવા તૈયાર નથી અને માત્ર 24 કલાકમાં ખોટી એફઆઈઆર કરી આ લોકોની ધરપકડ કરવામાં આવી. ભાજપના લોકોના ફોન આવે તો 24 કલાક પહેલા બધું જ થઈ જાય છે. પરંતુ નિર્દોષ ખેડૂતોનું પોલીસ સ્ટેશનમાં સાંભળવામાં આવતું નથી. ખેડૂતોની લડાઈ લડતા હરેશભાઈ પર છેડતીનો આરોપ મૂકવામાં આવ્યો છે આ વાતની ગુજરાતનાં ખેડૂતો નોંધ લે તેવી વિનંતી કરું છું.
