Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટનું રાજીનામું, ફીલ્ડિંગ કોચનો કાર્યકાળ પણ સમાપ્ત

ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટનું રાજીનામું, ફીલ્ડિંગ કોચનો કાર્યકાળ પણ સમાપ્ત

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે (Ryan ten Doeschate) પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે.

આ સાથે જ ટીમ ઈન્ડિયાના ફીલ્ડિંગ કોચ ટી. દિલીપનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો છે. શ્રીલંકા વિરુદ્ધની આગામી ટેસ્ટ સિરીઝ અને નવી WTC સાયકલ પહેલા સપોર્ટ સ્ટોફમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.

રયાન ટેન ડોશેટે કેમ આપ્યું રાજીનામું?

નેધરલેન્ડ્સના પૂર્વ કેપ્ટન રયાન ટેન ડોશેટે જુલાઈ 2024માં આ પદ સંભાળ્યું હતું.

  • ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ તેમણે BCCIને પોતાના નિર્ણય અંગે જાણ કરી દીધી હતી.

  • તેમણે પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

  • અહેવાલો મુજબ, તેઓ ફરી એકવાર IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સપોર્ટ સ્ટાફમાં જોડાઈ શકે છે.

ફીલ્ડિંગ કોચ ટી. દિલીપનો કાર્યકાળ પૂરો

ફીલ્ડિંગ કોચ ટી. દિલીપનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે અને તેઓ શ્રીલંકાના ટેસ્ટ પ્રવાસ પર ટીમ સાથે નહીં જાય.

નવેમ્બર 2021માં રાહુલ દ્રવિડ મુખ્ય કોચ બન્યા ત્યારે ટી. દિલીપની નિમણૂક થઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં આપવામાં આવતો ‘બેસ્ટ ફીલ્ડર’ મેડલનો ખ્યાલ ખૂબ જ ફેમસ થયો હતો.

BCCIએ નવા કોચની જાહેરાત નથી કરી

BCCIએ શ્રીલંકા પ્રવાસ પહેલા સપોર્ટ સ્ટાફની સમીક્ષા કરી હતી, જેમાં ટી. દિલીપનો કાર્યકાળ આગળ ન વધારવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં બોર્ડ દ્વારા આ બંને જગ્યાઓ માટે નવા કોચના નામની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

સંબંધિત પોસ્ટ્સ

ક્રિકેટ પછી ફૂટબોલમાં મચાવી ધમાલ: ઓસ્ટ્રેલિયન સ્ટાર મેથ્યુ વેડે કમબેક મેચમાં જ ફટકાર્યો ગોલ!

praxpatel

ODI World Cup 2027: ક્યારથી શરૂ થશે આઈસીસી વનડે વર્લ્ડ કપ? સામે આવી ગઈ તારીખો, બદલાઈ ગયું આખું ફોર્મેટ!

praxpatel

MS Dhoni: શું ધોની આજે રાત્રે ચેપોકમાં કરશે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત? ૫ વર્ષ પહેલાં આપ્યો હતો મોટો સંકેત!

praxpatel