Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિનો દાવો: માનીતાઓને 5 લાખ પગાર ચૂકવાયાનો આરોપ, ABVP નું અલ્ટીમેટમ

ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિનો દાવો: માનીતાઓને 5 લાખ પગાર ચૂકવાયાનો આરોપ, ABVP નું અલ્ટીમેટમ

ગુજરાત યુનિવર્સિટીમાં નિયમોને નેવે મૂકીને થયેલી ગેરકાયદે ભરતીઓ અને નાણાકીય ઉચાપત મામલે ભારે વિવાદ ઊભો થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને 24 કલાકનું આકરું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

UGCની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી યુનિવર્સિટી એન્જિનિયર, ચીફ એકાઉન્ટન્ટ અને વિવિધ સેન્ટરોના ડિરેક્ટરોની નિમણૂકમાં ગેરરીતિ આચરાઈ હોવાનો દાવો કરાયો છે.

જાહેરાત કે ઇન્ટરવ્યૂ વગર માનીતાઓની નિમણૂક

ABVP ના કર્ણાવતી મહાનગર મંત્રીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, GUSEC-AIC અને CPC જેવા સેન્ટરોમાં કોઈપણ જાહેરાત કે ઇન્ટરવ્યૂ વિના જ માનીતા લોકોને બેસાડી દેવાયા છે.

આ હોદ્દેદારોને માસિક ₹5 લાખ જેટલો જંગી પગાર ચૂકવાઈ રહ્યો છે. આ ઉપરાંત, લાયકાત ન ધરાવતા SBIના એક નિવૃત્ત કર્મચારીને બે વિભાગોનો ચાર્જ આપીને બેવડો પગાર આપવામાં આવી રહ્યો હોવાનો પણ આરોપ છે.

પૂર્વ વાઇસ ચાન્સલરના ખાતામાં સરકારી ગ્રાન્ટ જમા થયાનો આરોપ

સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ મળતી સરકારી ગ્રાન્ટ યુનિવર્સિટીના ખાતાને બદલે પૂર્વ વાઇસ ચાન્સલરના અંગત બેંક એકાઉન્ટમાં જમા થઈ રહી છે.

નિવૃત્ત થયા પછી પણ પૂર્વ અધિકારીઓ પ્રોજેક્ટના વડા તરીકે યથાવત્ રહ્યા છે. ABVP એ ખોટી રીતે ચૂકવાયેલા નાણાંની વસૂલાત અને ઉચ્ચસ્તરીય તપાસની માગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

વાઇસ ચાન્સલરે તપાસની આપી ખાતરી

આ વિરોધ બાદ ગુજરાત યુનિવર્સિટીના પ્રભારી વાઇસ ચાન્સલર જગદીશ જોશીએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ABVP ના તમામ આક્ષેપોને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યા છે.

નિયમો મુજબ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જો કોઈ અનિયમિતતા સાબિત થશે તો જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરાશે.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાન જંગ વચ્ચે ભારતીય કેપ્ટનનો ‘માસ્ટરસ્ટ્રોક’: હોર્મુઝ સ્ટ્રેટમાં દુશ્મનોને ચકમો આપી ક્રૂડ ઓઈલ ભરેલું ટેન્કર મુંબઈ પહોંચ્યું

praxpatel

LPG સિલિન્ડરના સંકટ વચ્ચે સરકારની મોટી ઓફર: PNG કનેક્શન લેવા પર મળશે ફ્રી ગેસ!

praxpatel

ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો: અલી લારિજાની અને બાસિજ કમાન્ડરના મોતના દાવાથી ખળભળાટ

praxpatel