Gujarat Plus
Breaking News
લાઈફ સ્ટાઇલ

25 જૂને રાખવામાં આવશે નિર્જલા એકાદશીનું વ્રત, આ વસ્તુઓ વિના અધૂરી રહેશે પૂજા, નોંધી લો પૂજા સામગ્રીનું લિસ્ટ

: 25 જૂને રાખવામાં આવશે નિર્જલા એકાદશીનું વ્રત, આ વસ્તુઓ વિના અધૂરી રહેશે પૂજા, નોંધી લો પૂજા સામગ્રીનું લિસ્ટ

દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. તેને વર્ષની સૌથી મોટી અને કઠિન એકાદશી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના ભક્તો અન્ન અને જળ ગ્રહણ કર્યા વિના ઉપવાસ રાખે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, નિર્જલા એકાદશીનું વ્રત રાખવાથી વર્ષની તમામ એકાદશીઓ જેટલું પુણ્ય ફળ મળે છે. આ વખતે નિર્જલા એકાદશી ગુરુવારે આવી રહી છે, જે ખૂબ જ શુભ સંયોગ છે. કારણ કે ગુરુવાર અને એકાદશી બંને ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

નિર્જલા એકાદશી પૂજા સામગ્રી લિસ્ટ

જો તમે આ વ્રત કરી રહ્યા છો, તો પૂજામાં નીચેની વસ્તુઓ ચોક્કસ સામેલ કરો:

  • ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો

  • પીળા રંગના વસ્ત્રો અને પીળા ફૂલ

  • ચંદન, તુલસીના પાન, મૌલી (નાડાછડી) અને અક્ષત (ચોખા)

  • ધૂપ, દીવો, કપૂર અને ગાયનું ઘી

  • પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ)

  • પંચમેવા, મીઠાઈ અને મોસમી ફળો (કેળા, નાળિયેર)

  • ગંગાજળ અને વિષ્ણુ સહસ્ત્રનામની પુસ્તક

  • માતા લક્ષ્મી માટે સૌભાગ્યની સામગ્રી (ચૂંદડી, બંગડી, સિંદૂર, બિંદી વગેરે)

આ દિવસે આ વસ્તુઓનું કરો દાન

નિર્જલા એકાદશી પર દાનનું વિશેષ મહત્વ છે. તમે આ વસ્તુઓનું દાન કરી શકો છો:

  • પાણીથી ભરેલો કળશ અથવા માટલું

  • વસ્ત્રો, છત્રી અને હાથનો પંખો

  • ફળો (તરબૂચ અને કેરી)

  • શરબત, સત્તુ અને ગોળ

શુભ મુહૂર્ત અને પારણાનો સમય

પંચાંગ અનુસાર, જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 24 જૂને સાંજે 6 વાગ્યાને 12 મિનિટે થશે. આ તિથિનું સમાપન 25 જૂને રાત્રે 8 વાગ્યાને 09 મિનિટે થશે.

  • વ્રતની તારીખ: ઉદયાતિથિ મુજબ, નિર્જલા એકાદશીનું વ્રત 25 જૂન 2026, ગુરુવારે રાખવામાં આવશે.

  • પારણાનો સમય: વ્રતના પારણા 26 જૂને કરવામાં આવશે. પારણા માટેનો શુભ સમય સવારે 6:03 વાગ્યાથી સવારે 8:42 વાગ્યા સુધીનો રહેશે.

એકાદશીએ તુલસીજી સાથે જોડાયેલી આ વાત ખાસ યાદ રાખો

એકાદશીના દિવસે તુલસીના છોડમાં જળ ચઢાવવાની મનાઈ હોય છે. માન્યતા છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. આ દિવસે તુલસીના પાન પણ તોડવા જોઈએ નહીં. તેથી પૂજા માટે એક દિવસ પહેલા જ તુલસી દલ તોડીને રાખી લેવા. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી રાખવી અનિવાર્ય છે.

સંબંધિત પોસ્ટ્સ

જાવેદ હબીબે જણાવી હેર કેર ટિપ: શેમ્પૂ કરતાં 5 મિનિટ પહેલાં કરો આ દેશી કામ, વાળ ખરતા તાત્કાલિક અટકશે

praxpatel

જ્હાન્વી કપૂરે ટ્રેડિશનલ ‘લંગા વોની’ પહેરીને ઉજવ્યો જન્મદિવસ, જાણો શું છે આ સાઉથ ઇન્ડિયન આઉટફિટની ખાસિયત

Maheriya Nirali

Sugar Effects: શું ખાંડ ખાવાથી દાંત પીળા પડે છે? જાણો ડાયાબિટીસ સિવાય કઈ બીમારીઓનું છે જોખમ

praxpatel