Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

મહારાષ્ટ્ર: ઓમરાજે નિંબાળકરે કેમ છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ? બાગી સાંસદે પોતે જ જણાવ્યું અસલી કારણ!

મહારાષ્ટ્ર: ઓમરાજે નિંબાળકરે કેમ છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ? બાગી સાંસદે પોતે જ જણાવ્યું અસલી કારણ!

મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસીવના બાગી સાંસદ ઓમરાજે નિંબાળકરે પક્ષ બદલી નાખ્યો છે. તેઓ હવે એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે.

હવે ઓમરાજે નિંબાળકરે પોતે જ જણાવ્યું છે કે તેમણે ઉદ્ધવ ઠાકરેનો સાથ કેમ છોડ્યો.

પિતાને ન્યાય અપાવવા માટે લીધો નિર્ણય

ઓમરાજે નિંબાળકરે ‘ઓપરેશન ટાઈગર’ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “મને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી આશ્વાસન મળ્યું છે. મારા પિતાના કેસમાં હાઈકોર્ટના ચુકાદાને સીબીઆઈ (CBI) પડકારશે. મારા પિતા પવનરાજે નિંબાળકરને ચોક્કસ ન્યાય મળશે.”

‘હું ગદ્દાર નથી, પૈસા માટે પક્ષ નથી બદલ્યો’

પોતાના પર લાગેલા ગદ્દારી અને પૈસા લેવાના આરોપો પર પણ તેમણે ખુલીને વાત કરી હતી. ઓમરાજે નિંબાળકરે કહ્યું, “હું પક્ષનો એક નાનો કાર્યકર્તા છું. જો મારો હેતુ માત્ર પૈસા કમાવવાનો હોત, તો હું 2022માં જ જતો રહ્યો હોત. મેં ચાર વર્ષ સુધી કેમ રાહ જોઈ? તમે મારા વિસ્તારમાં જઈને લોકો પાસે મારા વિશે પૂછી શકો છો.”

તેમણે ઉમેર્યું કે, પોતાના વિસ્તારના વિકાસ કાર્યો માટે જ તેમણે સત્તાધારી પક્ષ સાથે જવાનો નિર્ણય કર્યો છે.

સાંસદ નિધિ (MP Fund) અંગે આપી સ્પષ્ટતા

મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ અંગે સફાઈ આપતા તેમણે કહ્યું કે, સાંસદ નિધિને લઈને જે વાતો થઈ રહી છે તે સંપૂર્ણ સાચી નથી. એક સાંસદને 5 વર્ષના કાર્યકાળમાં લગભગ 25 કરોડ રૂપિયાની નિધિ મળે છે. તેમણે 2019 થી 2024 ના પોતાના કાર્યકાળ દરમિયાન આ ભંડોળનો 100 ટકા ઉપયોગ કર્યો છે. વર્તમાન કાર્યકાળમાં પણ મળેલી ગ્રાન્ટ સમયસર વાપરવામાં આવશે.

તેમણે કહ્યું, “મારા સંસદીય ક્ષેત્રમાં વિકાસ કાર્યોની જરૂરિયાત ખૂબ વધારે છે. તેની સામે ભંડોળ મર્યાદિત છે. માત્ર સાંસદ નિધિના આધારે દરેક ગામ કે બૂથ સુધી વિકાસ પહોંચાડવો શક્ય નથી.” તેથી, સમર્થકો સાથે ચર્ચા કરીને સત્તા પક્ષ સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. તેમનો મુખ્ય હેતુ રાજકારણ નહીં પણ વિસ્તારનો વિકાસ છે.

ઉદ્ધવ ઠાકરેના 6 બાગી સાંસદો શિંદે જૂથમાં જોડાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, શિવસેના UBT છોડીને કુલ 6 બાગી સાંસદોએ એકનાથ શિંદેનો હાથ પકડ્યો છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમારી સાથે 6 સાંસદો જોડાયા છે. જેમાં સંજય હરિભાઉ જાધવ, ભાઉસાહેબ રાજારામ વાકચૌરે, ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિંબાળકર, સંજય દીના પાટીલ, સંજય ઉત્તમરાવ દેશમુખ અને નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકરનો સમાવેશ થાય છે.

સંબંધિત પોસ્ટ્સ

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે ઈંધણ સસ્તું, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુંદાટ

praxpatel

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ

ANIL PATEL

પંચમહાલ: UCC બિલનો વિરોધ, શહેરામાં મુસ્લિમ સમાજે હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો આક્રોશ

praxpatel