Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

સોના-ચાંદી ના ભાવમાં મોટો કડાકો: સોનું ₹2,500 અને ચાંદી ₹10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું ₹2,500 અને ચાંદી ₹10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ

Gold Silver Price Crash: દેશના સર્રાફા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન (IBJA) ના રિપોર્ટ અનુસાર, એક જ દિવસમાં સોના અને ચાંદી બંનેની કિંમતો ખુબ નીચે આવી ગઈ છે.

ચાંદીના ભાવમાં ₹10,500થી વધુનો ઘટાડો

સોમવારની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ₹10,566નો મોટો કડાકો બોલાયો છે. આ ઘટાડા સાથે એક કિલો ચાંદીનો ભાવ ₹2.37 લાખથી ઘટીને ₹2.27 લાખ પર આવી ગયો છે. ચાલુ મહિના દરમિયાન જ ચાંદીમાં કુલ ₹36,015નો ઘટાડો નોંધાયો છે.

સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો

સોનાની કિંમતોમાં પણ આજે મોટી રાહત મળી છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹2,522 ઘટી ગયો છે. ગઈકાલે સોનું ₹1.47 લાખ પર હતું, જે આજે ઘટીને ₹1.45 લાખ પર પહોંચી ગયું છે. આ ચાલુ મહિનામાં સોનાના ભાવમાં ₹10,748નો ઘટાડો થયો છે.

આ વર્ષે કિંમતોમાં જોવા મળ્યો મોટો ઉતાર-ચઢાવ

ચાલુ વર્ષે સોના-ચાંદીના બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી છે.

  • સોનું: 29 જાન્યુઆરીએ સોનું ₹1.76 લાખની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ હતું. ત્યારથી અત્યાર સુધીમાં સોનું ₹31,333 સસ્તું થયું છે.

  • ચાંદી: 29 જાન્યુઆરીએ ચાંદી ₹3.86 લાખના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. છેલ્લા 145 દિવસમાં ચાંદી ₹1.59 લાખ સસ્તી થઈ છે.

ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરાઈ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) પરનું દબાણ ઘટાડવા સરકારે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે.

હવે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (AIDC) લાગશે. અગાઉ વર્ષ 2024ના બજેટમાં આ ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરવામાં આવી હતી.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

‘તારે જમીન પર’નો રાજન યાદ છે? 18 વર્ષ પછી ઓળખવો મુશ્કેલ, જાણો શું કરે છે આ ક્યુટ એક્ટર

praxpatel

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો કારણો

praxpatel

‘શાંતિ માટે મેં મારો હક પણ છોડી દીધો’, છૂટાછેડા બાદ ડેલનાઝે એલિમને ઠુકરાવી

praxpatel