Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

નાસા ની મોટી ચેતવણી: પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયો ભયાનક ‘અલ નીનો’, ભારત પર સંકટ

નાસાએ પ્રશાંત મહાસાગરમાં શક્તિશાળી 'અલ નીનો' સક્રિય થવાની ચેતવણી આપી છે. જાણો કેવી રીતે આ વૈશ્વિક હવામાન પરિવર્તન ભારતના ચોમાસા અને અર્થતંત્રને પ્રભાવિત કરી શકે છે.

NASA El Nino Warning: અમેરિકી અંતરિક્ષ એજન્સી ‘નાસા’ (NASA) એ વૈશ્વિક હવામાનને લઈને એક ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે. નાસા ના સેટેલાઇટ ડેટા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં એક અત્યંત શક્તિશાળી ‘અલ નીનો’ (El Nino) સક્રિય થઈ રહ્યો છે. આ આબોહવા પરિવર્તનની સીધી અસર ભારતના ચોમાસા અને દેશના અર્થતંત્ર પર પડી શકે છે.

નાસા ના સેટેલાઇટે આપ્યા પુરાવા

નાસાના ‘સેન્ટિનલ-6 માઈકલ ફ્રેલિચ’ સેટેલાઈટે સમુદ્રની સ્થિતિ નોંધી છે. ડેટા અનુસાર, ભૂમધ્ય રેખા નજીક સમુદ્રની સપાટી સામાન્ય કરતાં ઘણી ઊંચી જોવા મળી છે. આ સ્થિતિ દર્શાવે છે કે સમુદ્રની નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે, જે અલ નીનો મજબૂત હોવાની નિશાની છે.

1997ના ‘ગોડઝિલા અલ નીનો’ જેવો ખતરો

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરની સ્થિતિ વર્ષ 1997 જેવી જ છે. 1997માં આવેલા ભયાનક અલ નીનોને ‘ગોડઝિલા અલ નીનો’ નામ આપવામાં આવ્યું હતું. નાસાએ તાજેતરમાં એક નકશો જાહેર કર્યો છે, જેમાં લાલ રંગ દરિયાની સપાટીમાં થયેલો જોખમી વધારો સ્પષ્ટ દર્શાવે છે.

ભારતની ટ્રિલિયન ઇકોનોમી પર શું થશે અસર?

હવામાન સંગઠનોનું માનવું છે કે, આ છેલ્લા 150 વર્ષમાં સૌથી મજબૂત અલ નીનો હોઈ શકે છે. આના કારણે આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં મોટો વધારો થશે.

જો આ અલ નીનો ના કારણે ભારતનું ચોમાસું નબળું પડશે, તો તેની સીધી અસર કૃષિ ક્ષેત્ર પર થશે. ખેતી પાકને નુકસાન થવાથી આશરે ટ્રિલિયન ડોલરની ભારતીય અર્થવ્યવસ્થા પર ગંભીર નકારાત્મક અસરો જોવા મળી શકે છે.

શું છે આ અલ નીનો? પ્રશાંત મહાસાગરની સપાટી પર પાણી ગરમ થવાની પ્રક્રિયાને અલ નીનો કહે છે. તેના કારણે દુનિયાભરમાં વરસાદની પેટર્ન બદલાય છે અને ભારતમાં ચોમાસું નબળું પડે છે.

<

સંબંધિત પોસ્ટ્સ

1 કલાક ગેસ ચાલુ રાખવાથી કેટલી LPG ખર્ચાય? 2 કે 3 બર્નર, કયો ચૂલો વાપરવો વધુ ફાયદાકારક?

praxpatel

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી નાટો પર ભડક્યા: ‘મુશ્કેલ સમયમાં કોઈ મદદ માટે ન આવ્યું, અમે યાદ રાખીશું’

praxpatel

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને મોટો ઝટકો: ઈટાલીએ ‘સિગોનેલા બેઝ’ વાપરવાની ના પાડી દીધી

praxpatel