Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? ટ્રમ્પ અને ખામેનેઈ બંનેએ કર્યો જીતનો દાવો; જાણો કોણ જીત્યું અને કોણ હાર્યું

ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? ટ્રમ્પ અને ખામેનેઈ બંનેએ કર્યો જીતનો દાવો; જાણો કોણ જીત્યું અને કોણ હાર્યું

વોશિંગ્ટન/તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે શાંતિ કરાર સાથે સમાપ્ત થવાના આરે છે. આ યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર ડિજિટલી મંજૂરી મળી ગઈ છે. બંને દેશો ટૂંક સમયમાં આ શાંતિ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કરશે. મુખ્ય મધ્યસ્થ પાકિસ્તાનના જણાવ્યા મુજબ, સ્વિટ્ઝર્લેન્ડમાં આ અંગેનો કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે, આ કરારથી ઈઝરાયેલ ખુશ નથી.

બીજી તરફ, કરાર પર હસ્તાક્ષર થાય તે પહેલા જ બંને દેશોના નેતાઓ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ‘આ અમેરિકાની જીત છે’, જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા મુજ્તબા ખામેનેઈનો દાવો છે કે ‘ઈરાન જીત્યું છે’.

ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની વાસ્તવિકતા શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના સૈન્ય અભિયાનને વોશિંગ્ટનની સંપૂર્ણ જીત ગણાવી છે. પેન્ટાગોનના અધિકારીઓના મતે, અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના મિસાઈલ, ડ્રોન અને નેવલ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીના 80% થી વધુ હિસ્સાને નષ્ટ કરી દીધો છે. આ દ્રષ્ટિએ યુદ્ધના મેદાનમાં અમેરિકાને મોટી સફળતા મળી છે.

પરંતુ રણનીતિક વિશ્લેષકો આ પરિણામને અલગ રીતે જુએ છે. PBS NewsHour ના ફેક્ટ-ચેક રિપોર્ટ અનુસાર, ઈરાનને પણ આ યુદ્ધથી એક મોટી આર્થિક અને ભૌગોલિક લીડ મળી છે.

ઈરાન બન્યું ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ નું ગેટકીપર

યુદ્ધ દરમિયાન ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) પર મજબૂત પકડ મેળવવામાં સફળ રહ્યું છે. આ એ દરિયાઈ રસ્તો છે જ્યાંથી દુનિયાનો લગભગ પાંચમો ભાગ તેલ અને ગેસનો વેપાર કરે છે. આ વિસ્તારમાં ઈરાન હવે ‘ગેટકીપર’ બની ગયું છે, જે યુદ્ધ પહેલા નહોતું. આનાથી તેહરાનને વૈશ્વિક સ્તરે મોટી આર્થિક અને વ્યૂહાત્મક તાકાત મળી છે.

ટ્રમ્પનો સોશિયલ મીડિયા પર મેસેજ

તાજેતરમાં જ પોતાના 80માં જન્મદિવસે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, “હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કોઈપણ શુલ્ક વિના ખોલવાની મંજૂરી આપું છું. સાથે જ અમેરિકી નૌસેનાની નાકાબંધી હટાવવાનો આદેશ આપું છું.” જોકે, બાદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે શુક્રવારે કરાર પર હસ્તાક્ષર થયા બાદ જ આ રસ્તો ખુલશે.

બીજી તરફ, ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ પણ કરારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે શુક્રવારે હસ્તાક્ષર થયા બાદ જ ઈરાન તેનો અમલ શરૂ કરશે. આ કરારમાં કતારે પણ મધ્યસ્થ તરીકે મોટી ભૂમિકા ભજવી છે.

પરમાણુ કાર્યક્રમ માટે માત્ર 60 દિવસનો સમય

આ શાંતિ કરાર ખૂબ જ નાજુક વળાંક પર છે. આ ડીલ હેઠળ ઈરાન પાસે રહેલા સંવર્ધિત યુરેનિયમ (Highly Enriched Uranium) અને પરમાણુ કાર્યક્રમના ઉકેલ માટે માત્ર 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. વર્ષ 2015 માં આ મુદ્દાને ઉકેલવામાં વૈશ્વિક સત્તાઓને વર્ષો લાગ્યા હતા, જેમાંથી ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં અમેરિકાને બહાર કરી દીધું હતું.

આ ઉપરાંત, લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સામે ઈઝરાયેલના સતત સૈન્ય હુમલા આ શાંતિ પ્રક્રિયાને બગાડી શકે તેવો મોટો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

અમેરિકા સાથે કરાર થાય તે પહેલાં જ ઈરાને શરૂ કરી દીધી તેલની સપ્લાય, US નાકાબંધી તોડીને નીકળ્યા સુપરટેન્કર્સ

praxpatel

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ઈરાને પાકિસ્તાનમાં મૂકી 4 મોટી શરતો, હવે અમેરિકાના જવાબ પર નજર

praxpatel

અમેરિકાનો મોટો નિર્ણય: પેસિફિક કમાન્ડના નામમાંથી ‘ઇન્ડો’ શબ્દ હટાવ્યો, ભારતનો ખોટો નકશો મૂકતા વિવાદ

praxpatel