Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

‘જો મરનારા નાવિકો ચીનના હોત તો…’; હોર્મુઝમાં ભારતીયોના મોત પર નિષ્ણાતોના આકરા સવાલ

'જો મરનારા નાવિકો ચીનના હોત તો...'; હોર્મુઝમાં ભારતીયોના મોત પર નિષ્ણાતોના આકરા સવાલ

ઓમાનના દરિયાકાંઠે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) નજીક એક મોટી દુર્ઘટના ઘટી છે. અમેરિકન નેવીના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે અને સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોમાં ભારે ચર્ચા જાગી છે.

આ હુમલા બાદ વિદેશ નીતિના નિષ્ણાતો ભારત સરકાર અને અમેરિકાની ભૂમિકા પર તીખા સવાલો ઉઠાવી રહ્યા છે.

નિષ્ણાતોનો ચુભતો સવાલ: જો ચીનના નાવિકો હોત તો?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ; આ દુર્ઘટના પર સંરક્ષણ નિષ્ણાતોએ ખૂબ જ ગંભીર અને આકરા સવાલો કર્યા છે. એક એક્સપર્ટે સવાલ ઉઠાવ્યો કે, “જો આ હુમલામાં માર્યા ગયેલા નાવિકો ભારતની જગ્યાએ ચીનના હોત, તો શું ચીન ચૂપ બેઠું હોત?”

નિષ્ણાતોના મતે, ચીન આવા મુદ્દે ખૂબ જ આક્રમક વલણ અપનાવે છે. આવી સ્થિતિમાં ભારત સરકાર અમેરિકા સામે કેવું વલણ અપનાવશે, તેના પર સૌની નજર છે.

હોર્મુઝ ક્ષેત્રમાં વધતો તણાવ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વૈશ્વિક વેપાર અને ખાસ કરીને તેલના પરિવહન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સૈન્ય તણાવ ઘણો વધી ગયો છે.

અમેરિકન સેના આ વિસ્તારમાં શંકાસ્પદ જહાજો પર સતત નજર રાખી રહી છે. પરંતુ આ પ્રકારના હુમલામાં નિર્દોષ ભારતીય નાવિકોએ જીવ ગુમાવવો પડ્યો, તે અત્યંત ચિંતાજનક બાબત છે.

ભારત અને અમેરિકાના સંબંધો પર શું અસર થશે?

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો ખૂબ મજબૂત માનવામાં આવે છે. બંને દેશો ક્વોડ (QUAD) અને દરિયાઈ સુરક્ષામાં સાથે મળીને કામ કરે છે.

પરંતુ અમેરિકન નેવીના હુમલામાં ભારતીયોના મોતથી રાજદ્વારી સ્તરે ગરમાવો આવી ગયો છે. ભારત સરકાર આ મામલે સત્તાવાર રીતે અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવી શકે છે. મૃતક નાવિકોના પરિવારોમાં પણ ભારે આક્રોશ અને શોકનો માહોલ છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: હારેલી મેચ જીતાડવામાં માહેર છે આ 31 ધૂરંધરો, દરેક ટીમના ફિનિશર્સનું વિશ્લેષણ

praxpatel

કેરળમાં ડાબેરી કિલ્લો ધ્વસ્ત: LDF ના 21 માંથી 13 મંત્રીઓ હાર્યા, UDF ની શાનદાર વાપસી

praxpatel

વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા

ANIL PATEL