Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

ICC Ranking: મહિલા T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર, ભારતીય બોલર શ્રી ચરણીની ટોપ-5માં ધમાકેદાર એન્ટ્રી

ICC Ranking: મહિલા T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર, ભારતીય બોલર શ્રી ચરણીની ટોપ-5માં ધમાકેદાર એન્ટ્રી

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા ICC રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ICC દ્વારા 2 જૂને જાહેર કરવામાં આવેલી તાજેતરની મહિલા T20 રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતની યુવા સ્પિનર શ્રી ચરણી અને બેટર જેમીમા રોડ્રિગ્સને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.

શ્રી ચરણીએ લગાવી 7 સ્થાનની લાંબી છલાંગ

ભારતની યુવા સ્પિનર શ્રી ચરણીએ ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શનના જોરે તેણે રેન્કિંગમાં સાત સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. શ્રી ચરણી હવે દુનિયાની ચોથા નંબરની (No. 4) T20 બોલર બની ગઈ છે. તેણે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની બે મેચમાં 4 વિકેટ ઝડપી છે.

લિંસે સ્મિથ બની દુનિયાની નંબર-1 બોલર

12 જૂનથી શરૂ થઈ રહેલા વુમેન્સ ટી20 વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની સ્પિનર લિંસે સ્મિથ દુનિયાની નંબર વન ટી20 બોલર બની ગઈ છે. 31 વર્ષની આ ડાબોડી બોલરે પાકિસ્તાનની સાદિયા ઇકબાલને પાછળ છોડી દીધી છે. સ્મિથે પોતાના કરિયરમાં પહેલીવાર આ સ્થાન મેળવ્યું છે. આ સિવાય ઇંગ્લેન્ડની લોરેન બેલ પણ એક સ્થાન આગળ વધીને ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

બેટિંગ રેન્કિંગમાં જેમીમા રોડ્રિગ્સ ચમકી

બેટિંગ રેન્કિંગની વાત કરીએ તો ભારતની જેમીમા રોડ્રિગ્સ ચાર સ્થાન આગળ વધીને હવે સંયુક્ત રીતે 11મા સ્થાને પહોંચી ગઈ છે. તેણે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર પણ તેની સાથે 11મા નંબરે છે.

ટોપ-10 બેટર્સ: ઓસ્ટ્રેલિયાની જ્યોર્જિયા વોલ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના પાંચમા અને શેફાલી વર્મા સાતમા સ્થાને છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટાની ટક્કર

હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણી 1-1થી બરાબર છે. શ્રેણીની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ 38 રને જીતી હતી. જ્યારે બીજી મેચમાં ઇંગ્લેન્ડે વાપસી કરીને ભારતને 26 રને હરાવ્યું હતું. હવે શ્રેણીની નિર્ણાયક મેચ 2 જૂને રમાશે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

ODI World Cup 2027: ક્યારથી શરૂ થશે આઈસીસી વનડે વર્લ્ડ કપ? સામે આવી ગઈ તારીખો, બદલાઈ ગયું આખું ફોર્મેટ!

praxpatel

ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર: વનડે અને T20 મેચના સમયમાં મોટો ફેરફાર, હવે આટલા વાગ્યે શરૂ થશે મેચ

praxpatel

અફઘાનિસ્તાન સિરીઝ પહેલા ભારતને મોટો ઝટકો: વિરાટ કોહલી બહાર, રોહિત-હાર્દિક પર સસ્પેન્સ

praxpatel