Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

ENG vs NZ: બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ XI જાહેર, બે નવા ખેલાડીઓ કરશે ડેબ્યૂ

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પ્લેઈંગ XI જાહેર કરી દીધી છે. આ મેચમાં બે ખેલાડીઓ ડેબ્યૂ કરશે અને જો રૂટ કેપ્ટનશીપ સંભાળશે.

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવન (Playing XI) ની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી બે સ્ટાર ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. બંને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ 17 જૂનથી ઓવલના મેદાન પર રમાશે.

આ ટેસ્ટ મેચમાં વિકેટકીપર બેટ્સમેન જોર્ડન કોક્સ (Jordan Cox) અને ફાસ્ટ બોલર સોની બેકર (Sony Baker) ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કરશે. મહત્વનું છે કે, એક નાઈટક્લબ વિવાદમાં ફસાયા બાદ બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન આ મેચમાંથી બહાર થઈ ગયા છે. સ્ટોક્સની ગેરહાજરીમાં હવે જો રૂટ (Joe Root) ઈંગ્લેન્ડ ટીમની કેપ્ટનશીપ કરશે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન ટીમમાં ચાર મોટા ફેરફાર

લોર્ડ્સ ટેસ્ટ બાદ નાઈટક્લબની એક ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે. આ તપાસના કારણે ઈંગ્લેન્ડની ટીમે પ્લેઈંગ ઈલેવન માં ચાર મોટા ફેરફાર કરવા પડ્યા છે.

ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની વાપસી થઈ છે. એટકિન્સનની ગેરહાજરી અને ઓલી રોબિન્સનની ઈજા બાદ આર્ચરના આવવાથી બોલિંગ લાઇનઅપ મજબૂત થઈ છે. રોબિન્સન ઘૂંટણની ઈજાના કારણે આ મેચ રમી શકશે નહીં.

ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે ઈંગ્લેન્ડ

આ મેચમાં ઈંગ્લેન્ડે સ્પિનર શોએબ બશીરને પણ પ્લેઈંગ XI માંથી બહાર રાખ્યા છે. બોર્ડે આ મેચમાં ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરવાનો નિર્ણય કર્યો છે.

આ ફાસ્ટ બોલિંગ આક્રમણમાં મેથ્યુ ફિશર પણ સામેલ છે. તે પોતાના કરિયરની માત્ર બીજી ટેસ્ટ મેચ રમશે. ફિશરે વર્ષ 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું. આ સીઝનમાં તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપની 6 મેચમાં શાનદાર બોલિંગ કરી છે.

બેન સ્ટોક્સની જગ્યાએ જોર્ડન કોક્સને મળી તક

આ મેચમાં બેન સ્ટોક્સની જગ્યાએ નંબર 7 પર જોર્ડન કોક્સ બેટિંગ કરવા આવશે. કોક્સ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે તાજેતરમાં જ કાઉન્ટી ક્રિકેટમાં એસેક્સ તરફથી રમતા લેસ્ટરશાયર સામે માત્ર 201 બોલમાં 204 રનની તોફાની ઇનિંગ રમી હતી. તે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 3 વનડે અને 6 ટી-20 મેચ રમી ચૂક્યો છે.

બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ XI (England Playing XI):

જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, સોની બેકર, જેકબ બેથલ, હેરી બ્રુક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમી સ્મિથ (વિકેટકીપર), જોશ ટોંગ.

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026 વચ્ચે મોટા સમાચાર: પંજાબ કિંગ્સ ના બોલિંગ કોચ બન્યા આ ટીમના હેડ કોચ, જેમ્સ હોપ્સને મળી મોટી જવાબદારી!

praxpatel

સનરાઈઝર્સની ટીમે પાકિસ્તાની બોલર અબરાર અહમદને ખરીદતા હોબાળો, જાણો BCCI એ શું આપ્યું મોટું નિવેદન?

praxpatel

દીવના ઘોઘલાબીચ પર ખેલો ઇન્ડીયા બીચ ફેસ્ટિવલ નો થયો પ્રારંભ, લોકગાયીકા ગીતા રબારીએ કર્યું લાઇવ પર્ફોર્મન્સ

Maheriya Nirali