Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’: અભિજીત દીપકે અમેરિકાથી ભારત આવશે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં 'કોકરોચ જનતા પાર્ટી': અભિજીત દીપકે અમેરિકાથી ભારત આવશે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

શું ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janta Party) દિલ્હીમાં મોટું આંદોલન કરવા જઈ રહી છે? સોશિયલ મીડિયા પર શરૂ થયેલી લડાઈ હવે રસ્તા પર ઉતરશે તેવા સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા સ્ટાર અને યુવા નેતા અભિજીત દીપકેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ટેક જગત અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અભિજીત દીપકેએ એક વીડિયો શેર કરીને પોતાના ફોલોઅર્સને જણાવ્યું છે કે તેઓ આગામી 6 જૂને દિલ્હી પહોંચવાના છે. તેમણે પોતાના સમર્થકોને એરપોર્ટ પર એકઠા થવા અપીલ કરી છે.

  • ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે 6 જૂને દિલ્હી આવશે.

  • તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરશે.

  • જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી પોલીસ પાસે પરમિશન માંગવામાં આવશે.

  • આ આંદોલન સોશિયલ મીડિયા પર શરૂ થયેલા એક વ્યંગાત્મક અભિયાનનો ભાગ છે.

શિક્ષણ મંત્રીના રાજીનામાની કેમ કરાઈ માંગ?

અભિજીત દીપકે હાલમાં અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરીને પોતાના સમર્થકો અને વિદ્યાર્થીઓને દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં જોડાવા આહ્વાન કર્યું છે.

તેમણે વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે, દેશમાં પરીક્ષાઓ સંબંધિત વિવાદો અને ગેરરીતિઓએ વિદ્યાર્થીઓને મોટી ચિંતામાં મૂકી દીધા છે. તેઓ સરકાર પાસે આ અંગે જવાબદારીની માંગ કરી રહ્યા છે. દીપકેએ જણાવ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે આપણે બધા ભારતના બંધારણના માર્ગ પર ચાલીને એક થઈએ. આપણે શાંતિપૂર્વક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ. જો આપણે સાથે મળીને અવાજ ઉઠાવીશું તો સરકારે આપણી વાત ચોક્કસ સાંભળવી પડશે.’

6 જૂને એરપોર્ટ પર મળવા અપીલ, પોલીસ પરમિશનની તૈયારી

દીપકે પોતાના સમર્થકોને 6 જૂનની સવારે દિલ્હી એરપોર્ટ પર મળવા વિનંતી કરી છે. તેમણે પોતાનો પ્લાન જણાવતા કહ્યું કે, ‘મેં નિર્ણય લીધો છે કે હું શનિવારે, 6 જૂનની સવારે દિલ્હી પહોંચીશ. કૃપા કરીને મને એરપોર્ટ પર મળો. આપણે બધા સાથે મળીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જઈશું. ત્યાં જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટેની સત્તાવાર પરમિશન માંગીશું.’

શું છે આ ‘કોકરોચ જનતા પાર્ટી’ની કહાની?

આ અનોખી પાર્ટીની શરૂઆત પાછળ સોશિયલ મીડિયાનો એક મોટો વિવાદ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા યુવાનો અને “કોકરોચ” ને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીના વિરોધમાં સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામનું એક વ્યંગાત્મક (Satirical) અભિયાન શરૂ થયું હતું.

આ અભિયાનના સ્થાપક અભિજીત દીપકે છે. CJPની ઓફિશિયલ વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કેમ્પેઈન ખૂબ જ ઝડપથી લોકપ્રિય થયું છે. દીપકેનું કહેવું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એ વહીવટી અને ન્યાયિક વ્યવસ્થામાં લોકશાહીનો મૂળભૂત અધિકાર છે. આ એક યુવા કેન્દ્રિત સોશિયલ મીડિયા આંદોલન છે, જેને ઇન્ટરનેટ પર ઘણી જાણીતી જાહેર હસ્તીઓ (Public Figures) નું પણ સમર્થન મળ્યું છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

વાવ-થરાદ અપહરણ કેસ: ‘હિતાનું મર્ડર કરજો’, પ્રેમ સંબંધમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ

praxpatel

PM મોદીના લોકાર્પણ પહેલા પચપદરા રિફાઇનરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

praxpatel

પર્સનલ લોન લેતી વખતે ન કરો આ 7 ભૂલો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!

praxpatel