ગૂગલે એન્ડ્રોઇડ (Android) યુઝર્સ માટે એક ક્રાંતિકારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર રજૂ કર્યું છે. આ ફીચરનું નામ કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ (Contextual Suggestions) છે. આ નવું ટૂલ યુઝરના ફોન વાપરવાના સ્વભાવ અને તેની રોજિંદી આદતો પરથી આપોઆપ શીખશે. ત્યારબાદ તે યુઝરના લોકેશન અને સમયના આધારે તેને એડવાન્સમાં જ જરૂરી સજેશન્સ આપશે.
ઉદાહરણ તરીકે: જ્યારે તમે વર્કઆઉટ કરવા માટે જિમમાં પહોંચશો, ત્યારે ફોન આપોઆપ સ્ક્રીન પર તમારી મનપસંદ મ્યુઝિક પ્લેલિસ્ટ બતાવશે.
આ ફીચર પહેલાં ગૂગલ પ્લે સર્વિસિસના બીટા વર્ઝનમાં હતું, પરંતુ હવે તેને સ્ટેબલ ચેનલના યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવ્યું છે.
કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ ફીચર શું છે અને કયા ફોનમાં ચાલશે?
આ ફીચર સૌપ્રથમ એન્ડ્રોઇડ 16 (Android 16) સાથે ગૂગલના લેટેસ્ટ Pixel 10 series માં રજૂ કરવામાં આવ્યું હતું. તે બેકગ્રાઉન્ડમાં ડિવાઇસ એક્ટિવિટી અને લોકેશન ડેટાનું વિશ્લેષણ કરે છે, જેથી સ્માર્ટફોનનો વપરાશ વધુ સરળ અને પર્સનલ બને.
-
કયા ડિવાઇસમાં ઉપલબ્ધ છે: હાલમાં આ ફીચર એન્ડ્રોઇડ 16 અને ગૂગલ પ્લે સર્વિસિસ વર્ઝન 26.18 ધરાવતા Pixel 10 અને Pixel 10a માં ઉપલબ્ધ છે.
-
મર્યાદા: આ ફીચર હજુ જૂના પિક્સલ મોડેલ્સ અથવા એન્ડ્રોઇડ 17 ના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ કરાયું નથી.
શું તમારો ડેટા સેફ રહેશે?
ઘણા યુઝર્સને લોકેશન અને એક્ટિવિટી ટ્રેકિંગને કારણે પ્રાઇવસીની ચિંતા થઈ શકે છે. જોકે ગૂગલે આ અંગે મોટી ખાતરી આપી છે:
-
ઓન-ડિવાઇસ પ્રોસેસિંગ: આ તમામ સજેશન્સ ડિવાઇસની અંદર જ એન્ક્રિપ્ટેડ સ્પેસમાં પ્રોસેસ થાય છે.
-
કોઈ થર્ડ પાર્ટી શેરિંગ નહીં: યુઝરની પરવાનગી વગર આ ડેટા બહારની કોઈ એપ્સ કે ગૂગલના સર્વર સાથે શેર થતો નથી. એપ્સ માત્ર અંદાજ લગાવી શકે છે, પણ મૂળ ડેટા જોઈ શકતી નથી.
-
યુઝર કંટ્રોલ: યુઝર્સ જ્યારે ઈચ્છે ત્યારે લોકેશન ટ્રેકિંગ બંધ કરી શકે છે અને સ્ટોર થયેલો ડેટા ડીલીટ કરી શકે છે.
આ ફીચરને ફોનમાં કેવી રીતે મેનેજ કરશો?
જો તમે આ ફીચરના સેટિંગ્સ બદલવા માંગો છો અથવા તેને બંધ કરવા માંગો છો, તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
-
તમારા ફોનનું Settings એપ ઓપન કરો.
-
Apps > All apps > Google Play services પર જાઓ.
-
ત્યાં All services > Developer features માં જઈને Contextual suggestions પર ક્લિક કરો.
-
અહીંથી તમે ફીચરને ચાલુ-બંધ કરી શકો છો. જો તમે લોકેશન આપવા ન માંગતા હોવ, તો “Use device location” નો ઓપ્શન બંધ કરી શકો છો.
