Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ગરમીથી મળશે રાહ: સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો

ગુજરાતમાં ગરમી થી મળશે રાહ: સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો

Gujarat Weather Forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) હવે નબળા પડ્યા છે. જેના કારણે આગામી 48 કલાક પછી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે અને લોકોને ધમધોખતા તાપમાંથી થોડી મુક્તિ મળશે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવનું ‘યલો એલર્ટ’

પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોને કારણે હાલ રાજ્યમાં સૂકું વાતાવરણ છે. આજે શુક્રવારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કાળઝાળ ગરમી સાથે હીટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે.

  • હવામાન વિભાગ દ્વારા કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકામાં ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.

  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

  • અમદાવાદ અને ગાંધીનગરમાં આજે આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો

હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પર બનેલી સિસ્ટમ હવે નબળી પડી છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, પરંતુ તેની ગુજરાત પર કોઈ ખાસ અસર નહીં થાય.

આગામી 48 કલાક પછી ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આ ફેરફાર બાદ ગુજરાત રિજનમાંથી હીટવેવની સ્થિતિ દૂર થશે અને આગામી 7 દિવસ સુધી હીટવેવની કોઈ શક્યતા નથી.

માછીમારો માટે કોઈ ચેતવણી નહીં

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ અને ક્યારેક 25 નોટ સુધી પહોંચી શકે છે. જો કે, દરિયો ખેડતા માછીમારો માટે આગામી 5 દિવસ સુધી કોઈ જ પ્રકારની ચેતવણી (Warning) જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીની આસપાસ રહેતા સામાન્ય ગરમીનો અનુભવ ચાલુ રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

GUJCET-2026 પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: વાંધા રજૂ કરવા માટે 8 એપ્રિલ સુધીની તક

praxpatel

છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના: જશપુરમાં પહાડ સાથે અથડાતા ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

praxpatel

ગુજરાતમાં મેઘરાજાનું અસમાન વિતરણ: 9 જિલ્લામાં 30% થી વધુ વરસાદી ઘટ, ખેડૂતો અને તંત્રની ચિંતા વધી

praxpatel