Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

વાવ-થરાદ અપહરણ કેસ: ‘હિતાનું મર્ડર કરજો’, પ્રેમ સંબંધમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ

વાવ-થરાદ અપહરણ કેસ: 'હિતાનું મર્ડર કરજો', પ્રેમ સંબંધમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં અપહરણની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધની અદાવતમાં ત્રણ શખસોએ એક યુવકનું રસ્તામાંથી અપહરણ કર્યું છે. આ મામલે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એટા ચોકડી પાસે ફિલ્મી ઢબે અપહરણ ; વાવ-થરાદ 

ફરિયાદ મુજબ, વાવ-થરાદ  સુઈગામના ખડોલ ગામનો હિતેશ આસલ તેના મિત્ર સાથે એક્ટિવા પર ભાભર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન એટા ચોકડી પાસે એક સિલ્વર કલરની બલેનો ગાડી ધસી આવી હતી. ગાડીમાં સવાર ત્રણ શખસોએ હિતેશને આંતરીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો. આરોપીઓ હિતેશના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

પ્રેમ સંબંધની રાખવામાં આવી અદાવત

હિતેશને ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અગાઉ આ બાબતે સામાજિક રીતે સમાધાન પણ થઈ ગયું હતું. તેમ છતાં, સામા પક્ષે મનમાં વેર રાખીને આ કાવતરું ઘડ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે.

આ ત્રણ શખસો સામે નોંધાઈ FIR

પોલીસે નીચે મુજબના શખસો સામે ગુનો નોંધ્યો છે:

  1. જગદીશભાઈ ધર્મશીભાઈ સોલંકી (રહે. ઝઝામ)

  2. પીયૂષભાઈ પથુભાઈ પારેગી (રહે. મોરવાડા)

  3. પ્રવિણભાઈ કરશનભાઈ પારેગી (રહે. મોરવાડા)

સુઈગામ પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

શૂન્યમાંથી શિખર અને હવે અસ્તિત્વની લડાઈ: જાણો મમતા બેનર્જીએ કેમ કોંગ્રેસ છોડીને TMC બનાવી હતી?

praxpatel

જામનગર: વડાપ્રધાન મોદી ના આગમન પૂર્વે સુરક્ષા સખત, શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું

praxpatel

ગુજરાત પરના નિવેદન બદલ મલ્લિકાર્જુન ખરગેએ માફી માંગી: કહ્યું- ‘કોઈની લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો’

praxpatel