અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ (Donald Trump) ફરી એકવાર ઈરાન સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તેના પરમાણુ કાર્યક્રમનો રાજદ્વારી ઉકેલ ટૂંક સમયમાં નહીં આવે તો અમેરિકા વધુ કડક વલણ અપનાવશે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ એસોલ્ટ રાઈફલ પકડીને પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘નો મોર મિસ્ટર નાઇસ ગાય’. વાતચીતની ધીમી ગતિ પર નિરાશા વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે “ઈરાન તેના મામલાઓને યોગ્ય રીતે સંભાળી રહ્યું નથી.” ઈરાની નેતૃત્વ પર કટાક્ષ કરતા ટ્રમ્પ એ કહ્યું, “તેઓ પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરાર પર હસ્તાક્ષર કેવી રીતે કરવા તે પણ જાણતા નથી.” ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેઓ રાઈફલ સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે લખ્યું છે, “No more Mr. Nice Guy” (હવે વધુ ભલાઈ નહીં).
પરમાણુ કરાર પર ટ્રમ્પનું કડક વલણ ; ટ્રમ્પ
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે જલ્દી સમાધાન નહીં કરે, તો અમેરિકા વધુ કડક પગલાં લેશે. ટ્રમ્પના મતે:
-
ઈરાને પરમાણુ મુક્ત કરાર પર હસ્તાક્ષર કરવા જ પડશે.
-
જો પરમાણુ મુદ્દો ઉકેલાશે નહીં, તો વોશિંગ્ટન કોઈ પણ વાતચીત આગળ વધારશે નહીં.
-
ઈરાન પાસે પરમાણુ હથિયાર આવવા એટલે આખી દુનિયાને બંધક બનાવવા સમાન છે.
ઈરાનની દરખાસ્તને અમેરિકાએ ફગાવી
ઈરાને હાલમાં જ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા અને યુદ્ધ વિરામની દરખાસ્ત મૂકી હતી. જોકે, ટ્રમ્પ આનાથી સંતુષ્ટ નથી. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોના જણાવ્યા મુજબ, કોઈપણ કરાર એવો હોવો જોઈએ જે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા સંપૂર્ણપણે રોકે.
ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાની યોજના
રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પે તેમની ટીમને ઈરાનની દરિયાઈ ઘેરાબંધી કરવા નિર્દેશ આપ્યા છે. આ વ્યૂહરચના દ્વારા:
-
ઈરાનના બંદરો પર કડક નિયંત્રણ લાદવામાં આવશે.
-
ઈરાનનો તેલ નિકાસ અટકાવી તેની અર્થવ્યવસ્થાને તોડી પાડવામાં આવશે.
-
હવાઈ હુમલા કરતા આ વિકલ્પ વધુ અસરકારક માનવામાં આવે છે.
