Gujarat Plus
Breaking News
અન્યસ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાના આગામી T20 કેપ્ટન કોણ? સૂર્યકુમાર યાદવની ખુરશી જોખમમાં, આ ખેલાડી છે સૌથી મોટો દાવેદાર!

ટીમ ઈન્ડિયાના આગામી T20 કેપ્ટન કોણ? સૂર્યકુમાર યાદવ ની ખુરશી જોખમમાં

વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ પણ ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. સૂર્યાની કેપ્ટનશિપમાં ભારતે ખિતાબ તો જીત્યો, પરંતુ બેટ્સમેન તરીકે તેમનું પ્રદર્શન કથળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાને નવો કેપ્ટન મળી શકે છે.

સૂર્યાના ખરાબ ફોર્મથી ઉઠ્યા સવાલો

સૂર્યકુમાર યાદવ નું  બેટ છેલ્લા ઘણા સમયથી શાંત છે. IPL માં પણ તેઓ શરૂઆત તો મેળવે છે, પરંતુ તેને મોટી ઈનિંગમાં ફેરવી શકતા નથી. તેમની ઉંમર (35 વર્ષ) અને ફોર્મને જોતા પસંદગીકારો ભવિષ્ય માટે નવા કેપ્ટન વિશે વિચારી રહ્યા હોવાના અહેવાલો છે.

હારદિક પંડ્યા રેસમાં પાછળ?

ઘણા લોકો હાર્દિક  પંડ્યાનું નામ લઈ રહ્યા છે, પરંતુ તેની શક્યતા ઓછી જણાય છે. હાર્દિક ની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) નું પ્રદર્શન નબળું રહ્યું છે અને અગાઉ પણ તેને ભારતીય ટીમની કેપ્ટનશિપમાંથી હટાવવામાં આવ્યો હતો. તેથી બીસીસીઆઈ ફરી તેના તરફ જાય તેવી શક્યતા ઓછી છે.

શ્રેયસ અય્યર: સૌથી મજબૂત ‘છુપારોસ્તમ’

સૂર્યાના વિકલ્પ તરીકે જે નામ સૌથી વધુ ચર્ચામાં છે તે છે શ્રેયસ અય્યર (Shreyas Iyer). તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • શાનદાર કેપ્ટનશિપ: શ્રેયસની આગેવાનીમાં PBKS (પંજાબ કિંગ્સ) આ સીઝનમાં અજેય રહી છે.

  • બેસ્ટ ફોર્મ: શ્રેયસ માત્ર ટીમ જીતાડી નથી રહ્યો, પરંતુ પોતે પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે.

  • ઉંમરનું પરિબળ: શ્રેયસ હાલ 31 વર્ષનો છે, જે આગામી વર્લ્ડ કપ માટે તેને લાંબા ગાળાનો વિકલ્પ બનાવે છે.

  • પોઝિશન: શ્રેયસ પણ સૂર્યાની જેમ જ નંબર 3 કે 4 પર બેટિંગ કરે છે, જે ટીમ માટે યોગ્ય બેકઅપ છે.

હવે જોવાનું એ રહેશે કે બીસીસીઆઈની સિલેક્શન કમિટી સૂર્યા પર વિશ્વાસ જાળવી રાખે છે કે પછી શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયાની કમાન સોંપે છે.

સંબંધિત પોસ્ટ્સ

‘તને ભારતનો સૌથી ખતરનાક ફિનિશર બનાવી દઈશ’ – મુકુલ ચૌધરી વિશે જસ્ટિન લેંગરની ભવિષ્યવાણી સાચી પડી!

praxpatel

FIFA વર્લ્ડ કપ 2026: ભારતમાં કેટલા વાગે લાઈવ જોઈ શકાશે મેચ? જાણો ગ્રુપ અને ટાઈમિંગનું આખું શિડ્યુલ

praxpatel

‘હનુમાન ભક્ત’ નીકળ્યા હાર્દિક પંડ્યા: નવી ફરારી કારમાં કરે છે આ કામ, જાણીને તમે પણ ચોંકી જશો!

praxpatel