અમદાવાદમાં ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમિયાન કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો મચ્યો હતો. દરિયાપુર વોર્ડના અપક્ષ ઉમેદવાર ના ટેકેદારોએ છેલ્લી ઘડીએ ધડાકો કર્યો કે ફોર્મમાં તેમની સહી જ નથી. આ વિવાદને પગલે કલેક્ટર કચેરીમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
શું હતો સમગ્ર મામલો?
દરિયાપુર વોર્ડમાં અપક્ષ ઉમેદવાર એ ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમાં જે ટેકેદારોના નામ હતા તેમણે જ વિરોધ નોંધાવ્યો હતો. ટેકેદારોએ આક્ષેપ કર્યો કે:
-
ઉમેદવારના ફોર્મમાં કરવામાં આવેલી સહીઓ તેમની નથી, એટલે કે સહીઓ ખોટી છે.
-
માત્ર આધારકાર્ડ મેળવીને ટેકેદારોની જાણ બહાર તેમના નામ ફોર્મમાં લખી દેવામાં આવ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી
આ મામલો બહાર આવતા જ કોંગ્રેસના ઉમેદવાર નિરવ બક્ષી એ મેદાનમાં ઉતરી ફોર્મ રદ કરવાની માંગ કરી હતી. નાયબ કલેક્ટર અને નિરવ બક્ષી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મધ્યસ્થી કરવા માટે દોડી આવવું પડ્યું હતું.
ચૂંટણી અધિકારીનો નિર્ણય
કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે ભાજપે મતો તોડવા માટે આ અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી અધિકારીએ આ મામલે કાયદેસરનું એફિડેવિટ કરી આપવા જણાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારે એડવોકેટ દ્વારા તાત્કાલિક એફિડેવિટ કરાવવાની તૈયારી દર્શાવી છે.
