Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: AAPએ જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, કેજરીવાલ અને ભગવંત માન ગજવશે સભાઓ

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કરશે જંગી સભાઓ.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) એ તેના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. ચૂંટણી જીતવા માટે પાર્ટીએ ‘મેગા પ્રચાર પ્લાન’ તૈયાર કર્યો છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓથી લઈને સ્થાનિક ધારાસભ્યો મેદાને ઉતરશે.

કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત : AAP

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતમાં જંગી સભાઓ કરશે. તેમની સાથે પાર્ટીના પ્રભારી ગોપાલ રાય પણ પ્રચારની કમાન સંભાળશે. આ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં જનતાને સંબોધશે.

ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓની ફોજ

ચૂંટણી પ્રચાર માટે AAP એ ધારાસભ્યો અને યુવા નેતાઓની મોટી ટીમ ઉતારી છે. જેમાં મુખ્ય ચહેરાઓ આ મુજબ છે:

  • ગોપાલ ઇટાલિયા (ધારાસભ્ય)

  • ચૈતર વસાવા (ધારાસભ્ય)

  • હેમંત ખવા (ધારાસભ્ય)

  • સુધીર વાઘાણી (ધારાસભ્ય)

આ નેતાઓ જનતા વચ્ચે જઈને સભાઓ ગજવશે અને પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડશે.

ગુજરાતના પ્રદેશ નેતાઓ મેદાને

પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પ્રચારનું નેતૃત્વ કરશે. તેમની સાથે નીચે મુજબના નેતાઓ પણ જોડાશે:

  • મનોજ સોરઠીયા અને સાગર રબારી

  • યુવરાજસિંહ જાડેજા અને પ્રવીણ રામ

  • રાકેશ હિરપરા અને બ્રિજરાજ સોલંકી

  • જગદિશ ચાવડા અને ડો. કાયનાત અંસારી

  • રામ ધડુક, અજિત લોખિલ અને ડો. જ્વેલ વસરા

સંબંધિત પોસ્ટ્સ

બોક્સ ઓફિસ યુદ્ધ: ‘ધુરંધર 2’ ના તોફાન વચ્ચે આ સાઉથ ફિલ્મે મચાવી ધૂમ, 3 જ દિવસમાં બજેટ કરતા બમણી કમાણી

praxpatel

હોર્મુઝની સામુદ્રધુનીમાં ગુજરાત આવતા થાઈ કાર્ગો શિપ પર મિસાઈલ હુમલો: ભીષણ આગ બાદ 20 ક્રૂ મેમ્બરનો બચાવ

praxpatel

વડોદરામાં હચમચાવતી ઘટના યુવક 3 મિનિટ સુધી દીવાલ પર લટક્યા બાદ પટકાતા મોત

aminparmar