Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

પાકિસ્તાનનો ડબલ ગેમ? એકતરફ ઈરાન સાથે શાંતિ વાર્તા અને બીજી તરફ સાઉદીમાં સેના તૈનાત

પાકિસ્તાનનો ડબલ ગેમ? એકતરફ ઈરાન સાથે શાંતિ વાર્તા અને બીજી તરફ સાઉદીમાં સેના તૈનાત

પાકિસ્તાનની વિદેશ નીતિને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પાકિસ્તાન એક તરફ ઈરાન સાથે મિત્રતાનો દેખાવ કરી રહ્યું છે, તો બીજી તરફ સાઉદી અરેબિયામાં પોતાની સેના મોકલી રહ્યું છે. આ પગલાથી મધ્ય પૂર્વના દેશોમાં પાકિસ્તાનની નિયત પર શંકા સેવાઈ રહી છે.

સાઉદી અરેબિયામાં પાકિસ્તાની સેનાનું આગમન

તાજેતરના અહેવાલો મુજબ, પાકિસ્તાની સૈન્ય દળો સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલઅઝીઝ એર બેઝ પર પહોંચ્યા છે. આ એર બેઝ અગાઉ ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓનું નિશાન બની ચૂક્યું છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા સંરક્ષણ કરાર મુજબ, આ તૈનાતી કરવામાં આવી છે. આ કરાર હેઠળ બંને દેશો એકબીજાની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

ઈસ્લામાબાદમાં શાંતિ વાર્તાનો દોર

રસપ્રદ વાત એ છે કે, જ્યારે પાકિસ્તાની સેના સાઉદીમાં ઉતરી રહી છે, ત્યારે જ ઈરાનનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ઈસ્લામાબાદમાં છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) માટે પાકિસ્તાનમાં મહત્વની બેઠકો ચાલી રહી છે. આ વાર્તામાં ચીન, કતાર અને સાઉદી અરેબિયાના અધિકારીઓ પણ મધ્યસ્થી તરીકે હાજર છે.

શું પાકિસ્તાન બેવડી રમત રમી રહ્યું છે?

નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન આર્થિક મદદ મેળવવા સાઉદી અરેબિયાને ખુશ રાખવા માંગે છે. બીજી તરફ, પાડોશી દેશ હોવાના નાતે તે ઈરાન સાથેના સંબંધો બગાડવા નથી માંગતું. જોકે, યુદ્ધ જેવી સ્થિતિમાં પાકિસ્તાનની આ ‘ડબલ ગેમ’ તેને ભારે પડી શકે છે. ઈરાન આ તૈનાતીને કઈ નજરથી જુએ છે તે હવે જોવાનું રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

અમેરિકા, રશિયા કે ઈરાન? દુનિયાના કયા દેશો પાસે છે સૌથી મોટો ક્રૂડ ઓઇલનો ભંડાર?

aminparmar

NSA અજીત ડોભાલને મળ્યા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો, આતંકવાદ અને રક્ષા સહયોગ પર ચર્ચા

praxpatel

આરોપમુક્ત થતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી, કહ્યું-‘મારા પરથી બોજ ઊતરી ગયો’

aminparmar