ગુજરાત ભાજપ સંગઠન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક્શન મોડમાં આવ્યું છે. કોર કમિટીની મહત્વની બેઠક બાદ ભાજપે તેના નવા પાર્લામેન્ટ્રી બોર્ડ (Parliamentary Board) ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
પાર્લામેન્ટ્રી બોર્ડમાં વરિષ્ઠ નેતાઓનો કરાયો સમાવેશ
નવા સંગઠનની રચના બાદ જાહેર થયેલા આ બોર્ડમાં ભાજપના અનેક દિગ્ગજ અને અનુભવી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
-
સી.આર. પાટીલ
-
નીતિન પટેલ
-
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
-
પરસોત્તમ રૂપાલા
-
આર.સી. ફળદુ
આ ઉપરાંત મહિલા નેતૃત્વમાં અંજુ વેકરિયા, જયશ્રી પટેલ અને વર્ષા દોશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ટિકિટ વહેંચણીમાં રહેશે મહત્વની ભૂમિકા
કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં પાર્લામેન્ટ્રી બોર્ડની ભૂમિકા સૌથી મહત્વની હોય છે.
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના નામ આ બોર્ડ દ્વારા જ ફાઈનલ કરવામાં આવશે.
-
ટિકિટ વહેંચણી માટે આગામી સમયમાં આ બોર્ડની વિશેષ બેઠકો યોજાશે.
-
નવા સંગઠન માળખા સાથે આ બોર્ડ પક્ષની રણનીતિ નક્કી કરવામાં મદદરૂપ થશે.
પાર્લામેન્ટ્રી બોર્ડની નવી યાદી પર એક નજર
ભાજપે આ વખતે અનુભવી નેતાઓ અને સંગઠનના પાયાના કાર્યકરો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. જૂના જોગીઓને બોર્ડમાં સ્થાન આપીને પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી ચૂંટણીઓમાં અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.મળતી માહિતી અનુસાર, પાર્લામેન્ટ્રી બોર્ડમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, સી.આર. પાટીલ, અંજુ વેકરિયા, જયશ્રી પટેલ અને વર્ષા દોશીનો સમાવેશ કરાયો છે. જણાવી દઈએ કે, નવા સંગઠન બાદ નવી પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત થઈ છે. જુઓ સંપૂર્ણ યાદી…
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી.
પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/UwBusuaXDx
— BJP Gujarat (@BJP4Gujarat) March 25, 2026
