Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

Energy Crisis: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કમર્શિયલ ગેસનો પુરવઠો 20% વધાર્યો, જાણો કોને થશે ફાયદો

Energy Crisis: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કમર્શિયલ ગેસનો પુરવઠો 20% વધાર્યો

LPG Supply Update: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઉર્જા સંકટ (Energy Crisis) વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતા અને વેપારીઓને રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. 23 માર્ચથી કમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાયમાં 20%નો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી કુલ સપ્લાય હવે 50% સુધી પહોંચી જશે.

ફૂડ સર્વિસ અને હોસ્પિટલોને પ્રાથમિકતા

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વધારાનો મુખ્ય હેતુ આવશ્યક સેવાઓ ચાલુ રાખવાનો છે. આ વધારાનો લાભ ખાસ કરીને નીચેના ક્ષેત્રોને મળશે:

  • હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા: ફૂડ સર્વિસ સેક્ટરને પ્રાથમિકતાના ધોરણે ગેસ મળશે.

  • શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલો: કુલ સપ્લાયનો 50% હિસ્સો આ ક્ષેત્રો માટે અનામત રખાશે.

  • ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન અને ડેરી યુનિટ: ફૂડ પ્રોસેસિંગ એકમોને પણ રાહત મળશે.

  • શ્રમિકો માટે રાહત: પ્રવાસી મજૂરો માટે 5 કિલોવાળા નાના સિલિન્ડરની સપ્લાય પણ સુનિશ્ચિત કરાશે.

PNG તરફ શિફ્ટ થવા પર ભાર

સરકાર હવે એલપીજીના બદલે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં 20 રાજ્યોએ આ દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 13,479 મેટ્રિક ટન એલપીજીની સપ્લાય કરવામાં આવી છે.

જમાખોરી અને કાળાબજારી સામે લાલ આંખ

ગેસની અછતનો ફાયદો ઉઠાવનારા તત્વો સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે:

  • યુપી, તેલંગાણા અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં 3500 થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે.

  • અત્યાર સુધીમાં આશરે 1400 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

  • 2000 થી વધુ પેટ્રોલ પંપ અને એજન્સીઓ પર ઓચિંતી તપાસ કરવામાં આવી છે જેથી સપ્લાય ચેઇન જળવાઈ રહે.

સંબંધિત પોસ્ટ્સ

ઈઝરાયલનું ‘લિટલ ઈન્ડિયા’ : ડિમોના શહેરમાં ઈરાની મિસાઈલ હુમલો, 47 લોકો ઘાયલ

praxpatel

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો

aminparmar

ચૂંટણી પહેલાં એક્શન મોડમાં પોલીસ: DGPનો મોટો આદેશ, અમિત વિશ્વકર્માને સોંપાઈ મહત્વની જવાબદારી

praxpatel