Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBનો સપાટો: આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મનપાલિકામાં ACBનો સપાટો: આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ACB એ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા છે. આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.

કોણ છે ઝડપાયેલ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ?

ભ્રષ્ટાચાર વિરોધી શાખા ના હાથે ઝડપાયેલા અધિકારીનું નામ ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયા છે. તેઓ ગાંધીનગર મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસની વિગતો મુજબ, ફરિયાદી વાહનોના ઓર્થોરાઇઝ ડીલર છે. તેમણે એક ગ્રાહકને વાહન વેચ્યું હતું. આ વાહનના ટેક્સ ભરવા બાબતે મહાનગરપાલિકામાં કેટલીક વિસંગતતા ઊભી થઈ હતી.

આ બાબતે આરોપી ઉપેન્દ્ર સુતરીયાએ ફરિયાદી પાસે નીચેની શરતોએ લાંચની માંગણી કરી હતી:

  • ટેક્સ ભરવાની બાબતે કોઈ ફરિયાદ ન કરવા.

  • એજન્સીનું લાયસન્સ રદ ન કરવા.

આ કામ માટે અધિકારીએ રૂ. 1 લાખની લાંચ માંગી હતી.

ભ્રષ્ટાચાર વિરોધી શાખા એ કેવી રીતે ગોઠવ્યું છટકું?

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર ભ્રષ્ટાચાર વિરોધી શાખા નો સંપર્ક કર્યો હતો.

  1. ફરિયાદીની ફરિયાદના આધારે ACB એ છટકું ગોઠવ્યું હતું.

  2. આરોપીએ જેવી લાંચની રકમ સ્વીકારી, કે તરત જ ACB ની ટીમે તેને ઓફિસમાંથી જ દબોચી લીધો હતો.

  3. હાલમાં ACB એ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ભ્રષ્ટાચાર સામે કડક વલણ

ગાંધીનગરમાં થયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ACB હવે લાલ આંખ કરી રહી છે. આ અગાઉ પણ હિંમતનગરમાં બોગસ આધાર કાર્ડના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.

સરકારી અધિકારીઓ દ્વારા લાંચ માંગવી એ ગુનો છે. જો કોઈ તમારી પાસે કામના બદલામાં પૈસા માંગે, તો તુરંત ટોલ ફ્રી નંબર 1064 પર ACB ને જાણ કરો.

સંબંધિત પોસ્ટ્સ

ઠાકોર સમાજમાં હવે ભાગી ને લગ્ન કરનારાઓને સ્થાન નહી મળે સમાજના બંધારણમાં કરાઇ જાહેરાત

Maheriya Nirali

હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રહીશો ત્રાહિમામ્

Maheriya Nirali

તમિલનાડુમાં દારૂની દુકાનોના કર્મચારીઓનો પગાર 25% વધ્યો, 20 વર્ષમાં પહેલીવાર સરકારે લીધો મોટો નિર્ણય

praxpatel