Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

બંગાળ ચૂંટણી 2026: ભાજપે 111 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, અનેક મોટા ફેરફાર, જુઓ લિસ્ટ

બંગાળ ચૂંટણી 2026: ભાજપે 111 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, અનેક મોટા ફેરફાર, જુઓ લિસ્ટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ કમર કસી લીધી છે. ભાજપે આજે 111 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. અગાઉ 144 નામો જાહેર કર્યા હતા, એટલે કે અત્યાર સુધીમાં કુલ 255 બેઠકો પર ઉમેદવારો નક્કી થઈ ગયા છે.

મોટા ફેરફાર અને મહત્વના ઉમેદવારો

પશ્ચિમ બંગાળ વિધાનસભા બીજી યાદીમાં ભાજપે અનેક બેઠકો પર ફેરબદલ કરી છે. જાણો કોને ક્યાંથી મળી ટિકિટ:

  • રેખા પાત્રા: સંદેશખલીના બદલે હવે હિંગલગંજ થી ચૂંટણી લડશે.

  • નિશીથ પ્રમાણિક: પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીને માથાભાંગા થી મેદાને ઉતારવામાં આવ્યા છે.

  • અર્જુન સિંહ: પૂર્વ સાંસદ નોઆપારા બેઠક પરથી ચૂંટણી લડશે.

  • રૂપા ગાંગુલી: પૂર્વ સાંસદને સોનારપુર દક્ષિણ થી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

  • પ્રિયંકા ટિબરેવાલ: મમતા બેનર્જી સામે પેટાચૂંટણી લડનાર પ્રિયંકા એન્ટાલી થી લડશે.

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહની હાજરીમાં મળેલી બેઠક બાદ આ યાદી જાહેર કરાઈ છે. આ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

બીજી યાદીના મુખ્ય નામો:

બેઠકનું નામ ઉમેદવારનું નામ
મેક્લિગંજ (SC) દધિરામ રોય
માથાભાંગા (SC) નિશીથ પ્રમાણિક
મદારીહાટ (ST) લક્ષ્મણ લિમ્બુ
ધુપગુડી (SC) નરેશ ચંદ્ર રોય
જલપાઈગુડી (SC) અનંત દેબ અધિકારી

“ભાજપ પશ્ચિમ બંગાળમાં મજબૂતીથી ચૂંટણી લડવા તૈયાર છે. દરેક બેઠક પર જીતી શકે તેવા ઉમેદવારોને જ તક આપવામાં આવી છે.”

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં આઇસક્રીમની આડમાં વિદેશી દારૂની હેરાફેરનો પર્દાફાશ

aminparmar

ગુજરાત હાઈકોર્ટ નો ઐતિહાસિક ચુકાદો: ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે, અકસ્માત મામલે વળતર મળશે

praxpatel

ગુજરાત પરના નિવેદન બદલ મલ્લિકાર્જુન ખરગેએ માફી માંગી: કહ્યું- ‘કોઈની લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો’

praxpatel