Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

DRDO નો મોટો ધમાકો: 24 કલાકમાં 3 મિસાઈલ ટેસ્ટ, પાકિસ્તાન-ચીનની ઊંઘ હરામ

ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચી દીધો છે. DRDO એ માત્ર 24 કલાકની અંદર 3 શક્તિશાળી મિસાઈલોનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સાથે જ ભારત દુનિયાના એલીટ ક્લબમાં સામેલ થઈ ગયું છે.

5000 કિમીની મિસાઈલ પણ નિષ્ફળ જશે

DRDO એ 10 અને 11 જૂનના રોજ આ પરીક્ષણો કર્યા હતા. ભારતે મલ્ટી-લેયર્ડ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમનું સફળ પ્રદર્શન કર્યું છે. આ સિસ્ટમ દુશ્મનની 2,000 થી 5,000 કિલોમીટરની રેન્જવાળી મિસાઈલોને હવામાં જ તોડી પાડશે. હવે ભારત પર થનારા કોઈપણ મોટા મિસાઈલ હુમલા નિષ્ફળ જશે.

પાકિસ્તાનની ચાલબાજીનો જડબાતોડ જવાબ

પાકિસ્તાન હાલમાં ‘ફતહ-I’, ‘ફતહ-II’ અને ચીનની મદદથી ‘P282’ મિસાઈલો વિકસાવી રહ્યું છે. ભારતના આ સફળ પરીક્ષણથી પાકિસ્તાનની તમામ મિસાઈલોનો પાક્કો તોડ મળી ગયો છે. ભારતનું સુરક્ષા કવચ હવે પહેલા કરતાં ઘણું વધારે મજબૂત બન્યું છે.

સમંદરમાં પણ વધી ભારતની તાકાત

DRDO એ માત્ર આકાશ જ નહીં, પણ સમંદરમાં પણ તાકાત વધારી છે. ભારતે નેવલ એન્ટી-શિપ મિસાઈલ-મીડિયમ રેન્જ (NASM-MR) નું પહેલું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ સમુદ્રમાં દુશ્મનના જહાજોને દૂરથી જ સચોટ નિશાન બનાવી શકશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી બધાઈ

આ ઐતિહાસિક સફળતા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDO ને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ સિસ્ટમ હવાઈ અને દરિયાઈ ખતરાઓ સામે ભારતની સજ્જતાને વધુ મજબૂત કરશે. આ સમગ્ર મિશન DRDO ના અધ્યક્ષ રાજેશ કુમાર સિંહની દેખરેખ હેઠળ પૂર્ણ થયું હતું.

શું છે આ મિશનનો ટાર્ગેટ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2025 માં ‘મિશન સુદર્શન ચક્ર’ (Mission Sudarshan Chakra) ની જાહેરાત કરી હતી. આ મિશનનો લક્ષ્ય 2035 સુધીમાં ભારતને સંપૂર્ણ એર અને મિસાઈલ ડિફેન્સ શીલ્ડ આપવાનો છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી છે, જેથી ભારતની વિદેશી દેશો પરની નિર્ભરતા ઘટશે.

સંબંધિત પોસ્ટ્સ

દાહોદ/ લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ

praxpatel

વૃદ્ધો સાવધાન! ડિજિટલ એરેસ્ટના નામે મરણમૂડી લૂંટતી સાયબર માફિયાઓની ટોળકી સક્રિય

praxpatel

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપ નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા

praxpatel