Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું ન્યુક્લિયર B-52 બોમ્બર વિમાન ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સના કમકમાટીભર્યા મોત

અમેરિકાનું ન્યુક્લિયર B-52 બોમ્બર વિમાન ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સના કમકમાટીભર્યા મોત

અમેરિકી એરફોર્સનું એક B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું છે. આ અકસ્માત દક્ષિણ કેલિફોર્નિયાના મોહાવી રણમાં સર્જાયો હતો. બોમ્બર વિમાનમાં 8 ક્રૂ મેમ્બર્સ સવાર હતા અને આ તમામ લોકોના મોત થયા છે. અમેરિકી વાયુસેનાના જણાવ્યા અનુસાર, એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાના થોડી જ વારમાં B-52 બોમ્બર અકસ્માતનો ભોગ બન્યું હતું.

મોહાવી રણમાં સર્જાયો ભયાનક અકસ્માત

આ દુર્ઘટના દક્ષિણ કેલિફોર્નિયાના મોહાવી રણમાં થઈ હતી. યુએસ એરફોર્સના જણાવ્યા અનુસાર, વિમાને એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડી જ વારમાં B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું હતું.

રૂટિન ટેસ્ટ મિશન પર હતું વિમાન

B-52 બોમ્બર વિમાન એક રૂટિન ટેસ્ટ મિશન પર હતું. આ 8 એન્જિન વાળું શક્તિશાળી જેટ વિમાન પરમાણુ અને પરંપરાગત બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે. અકસ્માતની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આકાશમાં દેખાયા કાળા ધુમાડાના ગોટા

આ દુર્ઘટના સવારે લગભગ 11:20 વાગ્યે થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનનો કાટમાળ આખા વિસ્તારમાં વિખરાઈ ગયો હતો. રનવેની નજીક રણના એક મોટા ભાગમાં ભીષણ આગ લાગી હતી અને આકાશમાં કાળો ધુમાડો ઉડતો દેખાયો હતો.

તમામ 8 લોકોના મોતની આશંકા

વિમાનમાં સરકારી કોન્ટ્રાક્ટરો અને લશ્કરી જવાનો સવાર હતા. એડવર્ડ્સ ખાતે 412 ટેસ્ટિંગ વિંગના ડેપ્યુટી કમાન્ડર કર્નલ જેમ્સ હેસે જણાવ્યું કે, દુર્ઘટનાના ફૂટેજ જોતા લાગે છે કે અકસ્માત ખૂબ ભયાનક હતો. આ દુર્ઘટનામાં કોઈ જીવતું બચ્યું નથી, તમામ 8 લોકોના મોત થયા છે.

સંબંધિત પોસ્ટ્સ

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો- શુક્રવારથી ખુલશે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’

praxpatel

અમેરિકામાં ચીનની મોટી ચાલ: કેલિફોર્નિયાના આ શહેરના મેયર જ નીકળ્યા ચીની જાસૂસ, FBIના ખુલાસાથી ખળભળાટ

praxpatel

મિડલ ઈસ્ટમાં ભારે તણાવ: અમેરિકાએ ઈરાન પર બોમ્બમારો કર્યો, ઈરાનનો કુવૈત પર મિસાઈલ હુમલો

praxpatel