Gujarat Plus
Breaking News
gujaratplusINDIAતાજા સમાચાર

ચાર મહિના પહેલાં માતા અને હવે દીકરો મૃત્યુ પામ્યો’, એ ગુજરાતી યુવાનના નાવિક પરિવારની વ્યથા જેનો અમેરિકા-ઈરાન યુદ્ધમાં જીવ ગયો

રવિવારે દીક્ષિતના જહાજને શું થયું?
સમાચાર એજન્સી રૉઇટર્સના એક અહેવાલ અનુસાર લંડનમાં વડુમથક ધરાવતી વી.શિપ્સ નામની કંપની એમકેડી વ્યોમ ટૅન્કરનું મૅનેજમેન્ટ કરે છે.
રૉઇટર્સે વી. શિપ્સના એક નિવેદનને ટાંકીને 1 માર્ચે તેના એક અહેવાલમાં જણાવ્યું કે જહાજ જયારે ઓમાનના મસ્ક્ત શહેરના કિનારા નજીક હતું ત્યારે તેના પર હુમલો થતા તેના એક ભારતીય ક્રૂ મેમ્બર એટલે કે નાવિકનું મોત થયું હતું.
રૉઇટર્સના અહેવાલમાં ટાંકેલા વી. શિપ્સના નિવેદનમાં કહેવાયું છે, “1 માર્ચના રોજ જહાજ મસ્કતના કાંઠા નજીક હતું ત્યારે એક શંકાસ્પદ પ્રોજેક્ટાઇલ (અસ્ત્ર)થી તેના પર હુમલો થતાં જહાજ પર એક વિસ્ફોટ થયો અને પછી આગ લાગી ગઈ.”

શનિવારે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધમાં એક ભારતીય નાગરિકનું મોત થયાની પુષ્ટિ થઈ છે.
આ નાગરિકની ઓળખ દીક્ષિત સોલંકી તરીકે થઈ છે. 32 વર્ષના દીક્ષિત સોલંકી દીવના વતની હતા પરંતુ હાલ તેમનો પરિવાર મુંબઈમાં રહે છે.
દીક્ષિતના પરિવારે બુધવારે બીબીસીને જણાવ્યું કે દીક્ષિત એમકેડી વ્યોમ નામના ઑઇલ ટૅન્કર એટલે કે ખનીજ તેલ લઈ જતા જહાજ પર નાવિક તરીકે નોકરી કરી રહ્યા હતા.
તેમણે વધારેમાં જણાવ્યું કે એમકેડી વ્યોમ રવિવારે સવારે ઓમાનના અખાતમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જહાજ પર હુમલો થતાં જહાજ પર આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં દીક્ષિતનું મૃત્યુ થયું હતું તેમ તેમના પરિવારે જણાવ્યું છે.
જો કે તેમના પરિવાર અનુસાર ઘટનાના ચાર દિવસ બાદ પણ દીક્ષિતનો પાર્થિવ દેહ ભારત પરત લાવી શકાયો નથી.

ઊંડા શોકની લાગણી સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે ઘટના સમયે એક ક્રૂ મેમ્બર, જે એન્જિન રૂમમાં હતા, તેમનું મૃત્યુ થયું છે.”
ઓમાન ન્યૂઝ એજન્સીના એક અહેવાલ અનુસાર એમકેડી વ્યોમ જયારે ઓમાન કાંઠાથી 52 નૉટિકલ માઇલ દૂર હતું ત્યારે તેના પર એક અનમૅન્ડ સરફેસ વેસ્સેલ (ટૂંકમાં યુએસવી) એટલે કે સપાટી પર તરતી માનવરહિત નૌકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આવા યુએસવી ડ્રોન બોટ તરીકે પણ ઓળખાય છે. એજન્સીએ વધારેમાં જણાવ્યું કે જયારે એમકેડી વ્યોમ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમાં 59,463 મેટ્રિક ટન ઑઇલ ભરેલું હતું અને હુમલા બાદ તેના મેઇન ઍન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી. દીક્ષિત સોલંકીનાં કાકી શર્મિલાબહેન સુરેન્દ્રકુમાર સોલંકીએ બુધવારે કહ્યું, “1 માર્ચે સાંજે આઠેક વાગ્યે જહાજ કંપનીના માણસ મુંબઈમાં અમારા ઘરે આવ્યા અને અમને ઘટનાની જાણ કરી.”
“તેમણે અમને જણાવ્યું કે શિપના કૅપ્ટન તરફથી મેસેજ આવ્યો છે કે 1 માર્ચે સવારે 11 વાગ્યા આસપાસ દીક્ષિત શિપના રાઉન્ડમાં હતો અને ઍન્જીન રૂમમાં રીડિંગ લઈ રહ્યો હતો ત્યારે જહાજ પર હુમલો થતાં શિપ પર આગ ફાટી નીકળી હતી અને તેમાં દીક્ષિતનું મોત થયું છે. ત્યાર બાદ શિપિંગ કંપની તરફથી અમને વધારે કોઈ માહિતી મળી નથી.”

ઘટના વિશે ભારત સરકારે શું કહ્યું?
ઓમાનની રાજધાની મસ્કતમાં આવેલા ભારતીય દૂતાવાસે પણ દીક્ષિતનું નામ આપ્યા વગર તે ઘટનામાં એક ભારતીય નાવિકના મૃત્યુની સોમવારે પુષ્ટિ કરી હતી.
ભારતીય દૂતાવાસે 2 માર્ચે સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું, “એમકેડી વ્યોમ પર એક ભારતીય નાગરિકના કરુણ મોત બદલ ભારતીય દૂતાવાસ દિલાસો વ્યક્ત કરે છે.”
“તે જહાજ પર રહેલા આપણા નાગરિકો સલામત અને વહેલા ઘરે પાછા ફરી શકે તે માટે દૂતાવાસ ઓમાનમાં સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંકલનમાં છે.”
જો કે શર્મિલાબેને જણાવ્યું કે બુધવાર એટલે કે 4 માર્ચની સાંજ સુધી દીક્ષિતનો પાર્થિવ દેહ તેમને સોંપવામાં આવ્યો નથી.
તેમણે કહ્યું, “અમારા માટે ખૂબ પીડાદાયક સમય વીતી રહ્યો છે કારણ કે દીક્ષિત અમને ક્યારે સોંપવામાં આવશે તે બાબતે અમને કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી.”

સંબંધિત પોસ્ટ્સ

BCCI એ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું નવું શિડ્યુલ: ગુજરાતમાં રમાશે 3 આંતરરાષ્ટ્રીય મેચો

praxpatel

અમદાવાદમાં આઇસક્રીમની આડમાં વિદેશી દારૂની હેરાફેરનો પર્દાફાશ

aminparmar

શોકનું મોજું: ‘દયાબેન’ ખ્યાત દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન, અમદાવામાં લીધા અંતિમ શ્વાસ

praxpatel