Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં ઘટાડો છતાં આ 5 શેરે 5 દિવસમાં આપ્યું તગડું રિટર્ન! આંકડો જોઈને એક્સપર્ટ્સ પણ ચોંક્યા

: શેરબજારમાં ભારે ઘટાડાની વચ્ચે પણ 5 શેરે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. તેમાં જય માતા ગ્લાસ, સિકોજી રિયલ્ટર્સ, IEC એજ્યુકેશન, સવાકા એન્ટરપ્રાઈઝ અને એક્સટીગ્લોબલ ઇન્ફોટેક સામેલ છે.

Jai Mata Glass Share Price – જય માતા ગ્લાસનો શેર સોમવારથી શુક્રવાર સુધીમાં 1.72 રૂપિયાથી 2.80 રૂપિયા પર પહોંચી ગયો છે, જેનાથી રોકાણકારોને 59.09% રિટર્ન મળ્યું છે. BSE પર શુક્રવારે આ શેર 3.32%ના વધારા સાથે 2.80 રૂપિયા પર બંધ થયો હતો. આ રેટ પર કંપનીની માર્કેટ કેપ વધીને 28 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Stock Market News: આ અઠવાડિયે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 50 લગભગ 581.65 પોઈન્ટ અથવા 2.26 ટકા ઘટ્યો છે. એવી જ રીતે સેન્સેક્સ 2040.28 પોઈન્ટ અથવા 2.45 ટકા નીચે આવ્યો છે. આવા માહોલમાં પણ કેટલાક શેર એવા છે, જેણે રોકાણકારોને તૂટતા માર્કેટમાં પણ શાનદાર રિટર્ન આપ્યું છે. આજે અમે આપને એવા જ 5 શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે આ ટ્રેડિંગ સપ્તાહના 5 દિવસમાં જ લગભગ 63 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.

Sikozy Realtors Share Price – સિકોજી રિયલ્ટર્સના શેરમાં 5 ટ્રેડિંગ દિવસમાં જ 45 ટકાની તેજી જોવા મળી છે. આ કંપનીનો શેર 1.02 રૂપિયાથી વધીને 1.48 રૂપિયા પર પહોંચી ગયો છે. BSE પર શુક્રવારે આ શેર 5%ના વધારા સાથે 1.48 રૂપિયા બંધ થયો હતો. હાલ કંપનીની માર્કેટ કેપિટલ 6.60 કરોડ રૂપિયા છે

IEC Education Share Price – IEC એજ્યુકેશનના શેરમાં એક અઠવાડિયામાં 40.88%નો ઉછાળો આવ્યો છે. આ શેર 26.27 રૂપિયાથી વધીને 36.63 રૂપિયા પર પહોંચી ગયો છે. BSE પર શુક્રવારે આ શેર 1.74 રૂપિયા અથવા 5%ની મજબૂતી સાથે 36.63 રૂપિયા પર બંધ થયો હતો. આ રેટ પર કંપનીની માર્કેટ કેપ 54.71 કરોડ રૂપિયા છે.

Sawaca Enterprises Share Price – સવાકા એન્ટરપ્રાઈઝનો શેર સોમવારથી શુક્રવાર સુધીમાં 38.24% ઉછળ્યો છે. આ કંપનીનો શેર આ સમયગાળામાં 0.34 રૂપિયાથી વધીને 0.47 રૂપિયા પર પહોંચી ગયો છે. BSE પર શુક્રવારે આ કંપનીનો શેર 0.03 રૂપિયા અથવા 6.82%ની મજબૂતી સાથે 0.47 રૂપિયા પર બંધ થયો હતો. આ રેટ પર કંપનીની માર્કેટ કેપ 26.31 કરોડ રૂપિયા છે.

 

સંબંધિત પોસ્ટ્સ

જાન્યુઆરીનો રિટેલ ફુગાવો નવી સીપીઆઇ સિરિઝને આધારે જારી કરાશે

ANIL PATEL

અલવિદા હરીશ રાણા! દુનિયાથી વિદાય લેતા પહેલાં સૌને કર્યા માફ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો અંતિમ ક્ષણોનો વીડિયો

praxpatel

અમદાવાદના રાણીપમાં કારચાલકે એક્ટિવા પર જતા દંપતીને ટક્કર મારતા બ્રિજ પરથી પટકાતા મોત

ANIL PATEL