Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

નોકરીના કલાકો 9થી વધારી 10 કરાયા ગુજરાત સરકારે લીધો નિર્ણય!

નોકરીના કલાકો 9થી વધારી 10 કરાયા

ગુજરાત વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે, જે મુજબ હવે દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ આપી અને 20થી વધુ કર્મચારી કામ કરતા હોય એ સંસ્થા પર નિયમ લાગુ પડશે.

આ બિલની ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગૃહની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવાની માગ સાથે પોસ્ટરો પ્રદર્શિત કરીને વિરોધ નોંધાવ્યો હતો.

વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમનું સુધારા બિલ આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

શું-શું ફેરફાર થયા?

કામના કલાક – દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. સળંગ કામ કરવાની મર્યાદા 5 કલાકથી વધારીને 6 કલાક કરવામાં આવી છે.

ઓવરટાઈમ – ઓવરટાઈમ કામ કરવાની મહત્તમ મર્યાદા ત્રણ મહિનામાં 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે.

નિયમ ક્યાં લાગુ થશે – અગાઉ 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર આ કાયદો લાગુ પડતો હતો. હવે 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર જ આ કાયદો લાગુ પડશે. 20 કરતાં ઓછા કર્મચારી ધરાવતી સંસ્થાઓ નોંધણી વગર ફક્ત ઓનલાઈન જાણ કરી શકશે.

સંબંધિત પોસ્ટ્સ

કિંજલ રબારીની ઘર વાપસી: “હું રાજીખુશીથી પરિવાર સાથે છું, અફવાઓ પર ધ્યાન ન આપશો

ANIL PATEL

વિવાદિત કીર્તિ પટેલને MLA બનાવવાના મહેન્દ્રગીરી બાપુને ચડ્યાં અભરખાં,

aminparmar

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: 1983માં નાગરિકતા મળી તો 1980માં મતદાર યાદીમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

praxpatel