Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

રાજ્યસભા ચૂંટણીથી સંસદમાં નવા સમીકરણો: એનડીએને નુકસાનની શક્યતા, અભિનેતા વિજયની TVK પાર્ટીની થશે એન્ટ્રી

રાજ્યસભા ચૂંટણીથી સંસદમાં નવા સમીકરણો: એનડીએને નુકસાનની શક્યતા, અભિનેતા વિજયની TVK પાર્ટીની થશે એન્ટ્રી

ચૂંટણી પંચે દેશના ૧૨ રાજ્યોમાં રાજ્યસભા ની ૨૬ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. આ ચૂંટણીમાં ઘણા દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, જેના કારણે તેમના રાજકીય ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. આ નેતાઓમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા, કોંગ્રેસના દિગ્વિજય સિંહ, કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનનો સમાવેશ થાય છે.

કયા રાજ્યમાં કેટલી બેઠકો પર ચૂંટણી?

આ ૨૬ બેઠકો માટે દેશના વિવિધ રાજ્યોમાં મતદાન થશે:

  • આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટક: ૪-૪ બેઠકો

  • મધ્યપ્રદેશ અને રાજસ્થાન: ૩-૩ બેઠકો

  • ઝારખંડ: ૨ બેઠકો

  • મણિપુર, મેઘાલય, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ: ૧-૧ બેઠક

  • આ ઉપરાંત મહારાષ્ટ્ર અને તમિલનાડુની ૧-૧ બેઠક પર ૧૮ જૂને પેટાચૂંટણી પણ યોજાશે.

કોને ફાયદો અને કોને નુકસાન?

હાલની સ્થિતિ પ્રમાણે આ ૨૬ બેઠકોમાંથી NDA પાસે ૧૮, કોંગ્રેસ પાસે ૪, YSR કોંગ્રેસ પાસે ૩ અને JMM પાસે ૧ બેઠક છે. પરંતુ ચૂંટણી પછી આ ગણિત બદલાશે:

  1. NDA: બેઠકો ૧૮થી ઘટીને ૧૭ થઈ શકે છે.

  2. કોંગ્રેસ: ૪ બેઠકોથી વધીને ૫ પર પહોંચી શકે છે.

  3. JMM: ઝારખંડમાં મુક્તિ મોરચાને ૨ બેઠકોનો ફાયદો મળી શકે છે.

  4. TVK (તમિલનાડુ): સાઉથના સુપરસ્ટાર અભિનેતા વિજયની પાર્ટી ‘ટીવીકે’ પ્રથમ વખત રાજ્યસભામાં એન્ટ્રી કરશે.

રાજ્યવાર કેવું રહેશે ચિત્ર?

  • ગુજરાત: અહીંની તમામ ૪ બેઠકો ભાજપના ખાતે જશે, કોંગ્રેસના હાથ ખાલી રહેશે.

  • કર્ણાટક: ૪માંથી ૩ બેઠકો કોંગ્રેસ અને ૧ બેઠક ભાજપને મળી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અહીંથી ફરી રાજ્યસભા જશે તે નક્કી છે.

  • મધ્યપ્રદેશ અને રાજસ્થાન: બંને રાજ્યોમાં ૩માંથી ૨ બેઠકો ભાજપને અને ૧ બેઠક કોંગ્રેસને મળવાની સંભાવના છે. મધ્યપ્રદેશમાંથી કમલનાથનું નામ ચર્ચામાં છે.

  • આંધ્રપ્રદેશ: ચારેય બેઠકો તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ખાતે જઈ શકે છે.

મોટો રાજકીય સંદેશ

હાલમાં રાજ્યસભાની કુલ ૨૪૪ બેઠકોમાંથી NDA પાસે ૧ND૧૪૯ અને વિપક્ષ પાસે ૭૮ બેઠકો છે. આ ચૂંટણી બાદ સંસદમાં સંખ્યાબળ તો બદલાશે જ, સાથે જ આગામી વર્ષોની રાજનીતિ માટે પણ નવા સંકેતો મળશે. ભાજપ સામે પોતાના કેન્દ્રીય મંત્રીઓ માટે બેઠક સુરક્ષિત રાખવાનો મોટો પડકાર રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર

praxpatel

પાટણ ઝીલીયાકાંડ: લુખ્ખાઓના ડરથી ભાગનારી પોલીસ પર કડક એક્શન, PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

praxpatel

ઈરાનનું રૌદ્ર સ્વરૂપ: ગલ્ફ દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા, ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો

praxpatel