Despite spending crores,
Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કરોડોનો ખર્ચો કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણની હાલત દયનીય

Air Pollution: છેલ્લાં એકાદ મહિનાથી મેટ્રો સિટી અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નું પ્રમાણ વધી રહ્યુ છે જે સ્વાસ્થય માટે જોખમી છે. એક બાજુ, શહેરોની શુદ્ધ હવાના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે બીજી બાજુ, વાયુ પ્રદુષણને કાબૂમાં લેવામાં સફળતા સાંપડી નથી. કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલાં એક રિપોર્ટમાં એવા તારણ રજૂ કર્યાં છેકે, અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદુષણ બેકાબુ રહ્યુ છે. આ ઉપરાંત આ ત્રણેય શહેરોમાં નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડના ધોરણો જ જળવાતાં નથી.

રહેણાંક વિસ્તારમાં પણ વાયુ પ્રદુષણ વઘ્યું

નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ દ્વારા હવાની ગુણવત્તા સૂચકાંકો નક્કી કર્યાં છે તે અનુસાર, ભારતમાં પીએમ-10 દિવસમાં સરેરાશ 50 હોવુ જોઇએ, જ્યારે વાર્ષિક ધોરણ 100 હોવું જોઇએ. ધૂળ-ધુમાડા ઉપરાંત ઔદ્યોગિક પ્રદુષણને કારણે વાયુ પ્રદુષણ વકર્યુ છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છેકે, અમદાવાદ સહિત ભારતમાં 122 શહેરોની ઓળખ કરાઇ છે જ્યાં નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ દ્વારા હવાની ગુણવત્તા સૂચકાંકો જળવાતાં નથી.

આ પણ વાંચો: ખખડધજ રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહનચાલકોએ 3 વર્ષમાં 16000 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો

પાર્ટિક્યુલેટર મેટર (પીએમ) એટલે હવામાં હાજર સૂક્ષમ કણો. જેનું કદ માઇક્રોમિટરમાં હોય છે, આ કદ એટલા સુક્ષ્મ હોય છે જે શ્વાસ લેતાં ફેફસામાં પ્રવેશે છે. આ કારણોસર અસ્થમા, બ્રોન્કાઇટીસ, ત્ત્વચાની એલર્જી જેવા રોગને નોતરુ મળે છે. સાથે સાથે આ કણો રક્તવાહીનીને નુકશાન પહોંચાડે છે. પ્રદુષિત હવા લાંબા સમય સુધી રહે તો ફેફસાનું કેન્સર પણ શકે છે. આ કારણોસર જ પીએમ-2.5 કરતાં પીએમ-10 વધુ જોખમી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા એમ ત્રણેય શહેરોમાં પીએમ-10ની માત્રામાં વધારો થયો છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છેકે, દેશમાં વાયુ પ્રદુષણને કાબૂમાં કરવા માટે અમદાવાદ સહિત દેશના 130 શહેરોમાં કુલ મળીને 13,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ છતાંય વાયુ પ્રદુષણ પર કાબૂ મેળવી શકાયો નથી. ચોંકાવનારી બાબત તો એછેકે, અમદાવાદ, સુરત અને વડોદરામાં ઔદ્યોગિક વિસ્તારમાં જ નહીં, રહેણાંક વિસ્તારમાં પણ વાયુ પ્રદુષણની માત્રા વધી છે. ટૂંકમાં ગુજરાતમાં પણ દિલ્હી બનવા તરફ આગળ ધપી રહ્યુ છે, ત્યારે હજુ ય રાજ્ય સરકાર પણ વાયુ પ્રદુષણને નાથવા માટે ગંભીર નથી.

સંબંધિત પોસ્ટ્સ

પ્રિયંકા ગાંધી-નીતિન ગડકરી વચ્ચે હસી-મજાક, VIDEO: ગડકરી બોલ્યા- રાહુલનું કામ કર્યું તો બહેનનું કરવું જ પડશે, પછી પોતાના હાથે બનાવેલી સ્પેશિયલ વાનગી પ્રિયંકાને ખવડાવી

Gujarat Plus

પગાર આખા વર્ષનો અને કામ 22 દિવસ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં !

ANIL PATEL

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

Maheriya Nirali