BIG BREAKING Supreme Court put a stay on the new rules of UGC, said- danger of misuse
Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં ખરીદી બાદ ખુશ-ખુશ થઇને ઘરે જતાં યુવકનું મોપેડ સ્લિપ થયું, ગંભીર ઈજા બાદ મોત

Ahmedabad Road Accident: સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક ગત સાંજે એક અકસ્માત સર્જાયો હતો. ખરીદી કરીને પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવાનની મોપેડ અચાનક સ્લિપ થઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કેવી રીતે અકસ્માત સર્જાયો?

મૃતકની ઓળખ સંજય રાણા તરીકે થઈ છે, જેમની ઉંમર 37 વર્ષ હતી. તે સાણંદના લોખંડ બજાર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ 28મી જાન્યુઆરીના રોજ મોપેડ લઈને અમદાવાદ ખરીદી કરવા ગયા હતા. પરત ફરતી વખતે સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા મુજબ, સંજય પોતાની મોપેડ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. જેના કારણે વાહન પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા સ્લિપ થઈ ગઈ હતી. રોડ પર પટકાતા સંજયભાઇને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી.

સંબંધિત પોસ્ટ્સ

વડોદરા: PM મોદીના રોડ શો પૂર્વે હંગામો; કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો, પોલીસકર્મી ટોયલેટમાં છુપાયા!

praxpatel

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે સર્વાઇકલ કેન્સરની રસી, CHCમાં વધારાશે સ્ટાફ

aminparmar

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન PoK માં ઠાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

praxpatel