Gujarat Plus
Breaking News
ક્રાઇમતાજા સમાચાર

અમદાવાદની DPS સહીત 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઈલ મળતા જ વિદ્યાર્થીઓને રજા અપાઈ !

અમદાવાદની DPS સહીત 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઈલ મળતા જ વિદ્યાર્થીઓને રજા અપાઈ !

અમદાવાદ શહેરની સાત જેટલી સ્કૂલને આજે (23મી જાન્યુઆરી) વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા હતા.

ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બંને સ્કૂલ પર પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલના ક્લાસરૂમ, મેદાન અને લોબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ

ધમકીઓની પરવા કર્યા વગર મોનાલિસા સાતમા આસમાને: પતિ ફરમાનની ગોદમાં જોવા મળી નવી નવેલી દુલ્હન

praxpatel

એસી વગર પણ ઘર રહેશે શિમલા જેવું ઠંડું! ગરમીથી બચવા અપનાવો આ 5 સરળ ટિપ્સ

praxpatel

ગેસની પાઇપલાઇન વપરાશકર્તાઓ માટે ચિંતામાં વધારો કે ઘટાડો? જાણો સરકારે શું કરી મોટી જાહેરાત :-

ANIL PATEL