Gujarat Plus
Breaking News
ગુજરાત

દાંતાના આ ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની કેમ આપી ચિમકી!

બનાસકાંઠાના દાંતાના બોરડીયાલા ગામને હડાદ તાલુકામાં સમાવતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે, ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે તંત્રે વહીવટી સરળતા માટે ખેડૂતોને હેરાન કર્યા છે. ગ્રામજનો 16 કિમીનો વધારાનો ધક્કો ખાવા તૈયાર નથી. સાથે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી

24 સપ્ટેમ્બર 2025ના ગેઝેટ મુજબ બનાસકાંઠાના દાંતા તુલાકના બોરડીયાલા ગામને હડાદ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, નવા પરિવર્તન પછી કોઇ પણ વહીવટી કામ માટે હડાદ જવા માટે ગ્રામજનોએ પૂર્વ દિશામાં 16 કિમી જવું પડશે અને જિલ્લા મથક પાલનપુર જવા માટે ફરી પાછા દાંતા આવવું પડશે. કુંવારસી ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરીને બોરડીયાલાને અલગ તાલુકામાં નાખવામાં આવતા વહીવટી ગૂંચવણો વધવાની ભીતિ છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આવીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું આવનારા દિવસોમાં નિકાલ ના આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી પણ આપી.

સંબંધિત પોસ્ટ્સ

સુરત/ પૂજાના ફૂલો સાથે 2 લાખની રોકડ કેનાલમાં પધરાવી, ફાયર વિભાગ થયું દોડતું

Maheriya Nirali

સુરતમાં બે દિવસ BRTS ની સેવા થંભી જશે, સરકારે લીધો આ મોટો નિર્ણય…

Maheriya Nirali

કિસાન સંઘે સરકારના સમાધાન અંગે આલોચના કરનારાઓને શુ આપ્યો જવાબ !

ANIL PATEL