Gujarat Plus
ગુજરાત

સિંચાઇના પાણી ન મળતા ગ્રામજનો રોષે ભરાયા, નર્મદા નિગમના અધિકારીઓને આપી ચિમકી

નસવાડી તાલુકામાં નર્મદા નિગમની કાંકરિયા માયનોર કેનાલનું પાણી સિંચાઈ માટે લિન્ડા, ટેકરા, પાયાકોઈ, કાંકરીયા આ ચાર જેટલા ગામોને કેનાલ બનેલી હોવા છતાંય પાણી ના મળતા ખેડૂતો એ સૂત્રોચાર કરી પાણી ની માંગ કરી નર્મદા નિગમના અધિકારીઓ કેનાલની મરામત અને સફાઈ ના કરાવતા પાણી આવતું નથી.

નસવાડી તાલુકામાં ખેતરે ખેતરે પાણી સિંચાઈ માટે પહોંચે તે માટે નર્મદા નિગમ ની માયનોર કેનાલ બનાવવામાં આવેલી છે. જ્યારે નસવાડી તાલુકાના લિન્ડા, ટેકરા, પાયાકોઈ, કાંકરીયા આ ચાર ગામો માં કાંકરિયા માયનોર કેનાલ માં ઝાડીઝાખરા ઊગી નીકળ્યા છે. જ્યારે કેનાલની સફાઈ શિયાળાની ઋતુ પહેલા નર્મદા નિગમના અધિકારીઓ ના કરાવતા હાલ કેનાલમાં પાણી આવતું નથી.

ખેડૂતોએ ખેતરમાં મકાઈ ઘઉં કપાસ વગેરે પાકો કરેલા છે. ખેતરોમાં જે બોર હતા તેના સ્તર નીચે જતા રહેતા હાલ બોર માં પાણી ઓછું આવે છે. જ્યારે સિંચાઈ માટે નજીક માં બીજી કોઈ સુવિધા નથી ત્યારે નર્મદા નિગમના અધિકારીઓના વાંકે આ કેનાલની મરામત ના થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

એક તરફ ચોમાસાની ખેતી નિષ્ફળ ગઈ હતી અને શિયાળાની ખેતી સારી થશે તેવી આશા હતી તે પણ ઠગારી નિવડી છે. ખેડૂતોના હિત માટે નર્મદા નિગમના અધિકારીઓ કામગીરી ના કરતા ખેડૂતો રોષે ભરાઈ ને “પાણી આપો પાણી આપો”ના સૂત્રોચાર કરીને તંત્ર ને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ચરમસીમાએ: ૧ મહિનામાં ૮ લોકોના મોત, ગિરનાર સીડી પર સિંહે ૧૧ વર્ષના બાળકને ફાડી ખાધો

praxpatel

હવે મંદિરો-પર્યટન સ્થળો પર નહીં દેખાય ભિક્ષુકો: ગુજરાતના 4 સ્થળોથી શરૂ થશે મોટું અભિયાન

praxpatel

મહેસાણાના વિસનગરમાં ગોઝારો અકસ્માત: એમ્બ્યુલન્સને કારે ટક્કર મારતાં દર્દીનું મોત

praxpatel