Gujarat Plus
Breaking News
શિક્ષણ

ખંભાળિયામાં ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

ખંભાળિયામાં ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

યુવાનોના ભવિષ્યને દિશા આપવા ઈસુદાન ગઢવીની પ્રાર્થના ફાઉન્ડેશનની પહેલ

એંજલ એકેડમીના સમ્રાટ સામત ગઢવીએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું

સરકારી નોકરીઓ અને કારકિર્દીના વિકલ્પો અંગે યુવાનોને આપ્યું માર્ગદર્શન: સામત ગઢવી

યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના ફાઉન્ડેશનની પ્રશંસનીય કામગીરી: સાગર રબારી

યુવાનો સાથે માતા પિતાની પણ મોટી ઉપસ્થિતિ, સેમિનાર રહ્યો સફળ

સાગરભાઈ રબારી અને રામજીભાઈ પરમારે યુવાનોને માર્ગદર્શન આપ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે
ધોરણ ૧૨ પાસ / કોલેજ શરૂ હોય / કોલેજ પૂરી થઈ ગઈ હોય તેવા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આવનારી કોન્સ્ટેબલ, PSI, તલાટી, કલાર્ક, શિક્ષકની સરકારી નોકરી કેવી રીતે મેળવી શકે તેના માટે ફ્રી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ટાઉન હોલ ખંભાળીયા ખાતે રાખવામાં આવેલ હતો,

સેમિનારમાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં

૧. કઈ પરીક્ષાનું ફોર્મ ભરવું એમાં શું ધ્યાન રાખવું ?

૨. મહેનતની શરૂઆત કેવી રીતે કરવી ?

૩. રોજ કેટલું અને કેવી રીતે વાંચવું ?

૪. સફળ થવા માટે કઈ વસ્તુ ફરજિયાત કરવી પડે ?

૫. કઈ કઈ વસ્તુ સામગ્રી તૈયારી દરમિયાન ધ્યાનમાં રાખવી જરૂરી છે?

૬. ઓછા સમય અને સાહિત્યમાં વધારે ગુણ કેવી રીતે મેળવી શકાય ?

૭. દોડ પૂરી કરવા માટે શું કરી શકાય ?

૮. લેખિત પરીક્ષા પહેલા કેટલું કામ પુરૂ કરી લેવું જોઈએ ?

૯. તૈયાર કરેલી વસ્તુ પરીક્ષા સુધી યાદ રહે એના માટે શું કરવું ?

૧૦. હું નાપાસ થઈશ તો એવો ડર લાગતો હોય તો શું કરવું?

આ તકે એન્જલ એકેડમી, ગાંધીનગર થી સમ્રાટ સામતભાઈ ગઢવી દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં શિક્ષણ સંસ્થાઓ શ્રી વિવેકાનંદ સાયન્સ સ્કૂલ, અગસ્ત્ય સ્કૂલ, વીરૂભાઈ કંડોરિયા, એક્સેલન્સ એકેડમી ના કિશોરભાઈ રૂડાચ, જ્ઞાન ટ્યુશન ક્લાસીસ ના જામ ભીમાસર, IFSMA ફાયર અને સેફ્ટી એકેડમી, ડ્રીમલાઇન સાયન્સ સ્કૂલ ના અશ્વિનભાઈ ચોપડા, ખેડૂત આગેવાન સાગરભાઈ રબારી, સતવારા સમાજ આગેવાન રામજીભાઈ પરમાર, લાઇન્સ કલબ ના સુરેશભાઈ નકુમ, અગ્રણી પત્રકાર અને લાઇન્સ કલબ ના પ્રમુખ પરબતભાઇ ગઢવી, વિગેરે હાજર રહ્યા હતા

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત યુનિવર્સિટીના ઇંચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ ના-લાયક !

ANIL PATEL

ગુજરાત યુનિવર્સિટીની દલા તરવાડી જેવો નિયમ,, 22 અધિકારીઓ લઇ રહ્યા છે હજારો રુપિયાનો લાભ !

ANIL PATEL

યુજીસીના નવા નિયમોથી સમાજ વિખેરાઈ જશે : સુપ્રીમનો સ્ટે

ANIL PATEL