Gujarat Plus
Breaking News
gujaratplusworld

કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ ક્રેશ, ઈરાને તોડી પાડ્યાની આશંકા; બેરુતમાં ઈઝરાયલના હુમલા

US-Israel Attacks Iran Latest Updates : મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે.

કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ, તોડી પાડ્યું હોવાની આશંકા 

યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે જેની પાછળ ઇરાનનો હાથ હોઈ શકે છે.

યુદ્ધ વચ્ચે અમેરિકાના સૈન્ય અધિકારીઓ કેમ ટેન્શનમાં

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ગંભીરતાને લઈને વોશિંગ્ટન પોસ્ટ (The Washington Post) ના અહેવાલમાં કેટલાક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. પેન્ટાગોન અને ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યોમાં એવી આશંકા વધી રહી છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ “નિયંત્રણ બહાર” (Spiral out of control) જઈ શકે છે. અમેરિકી સૈન્ય નેતાઓ ચિંતિત છે કે જો આ લડાઈ આગામી કેટલાક અઠવાડિયા સુધી સતત ચાલતી રહેશે, તો તેનાથી અમેરિકાના હવાઈ સંરક્ષણ (Air Defense) ના સાધનો અને ઈન્વેન્ટરી પર મોટું દબાણ આવી શકે છે. લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષને કારણે સંસાધનોની અછત સર્જાય તેવી શક્યતાને પગલે સૈન્ય વ્યૂહરચનાકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ઈઝરાયલના શહેર ખાલી કરોના આદેશ બાદ બેરુતમાં નાસભાગ મચી

ઈરાન સમર્થક હિઝબુલ્લાહ સંગઠન પણ હવે આ યુદ્ધમાં ખુલીને સામે આવી જતાં ઈઝરાયલ પર બેફામ હુમલા કરી રહ્યું છે. તેના બાદથી ઈઝરાયલે પણ હિઝબુલ્લાહને ટારગેટ કરતાં વળતો પ્રહાર કર્યો છે. આ દરમિયાન ઈઝરાયલ તરફથી લેબેનોનમાં બેરુત શહેરને ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો જેથી નાગરિકોની જાનહાનિ ટાળી શકાય. ઈઝરાયલના આદેશને પગલે બેરુતમાં નાસભાગ જેવી અફરાતફરી સર્જાઈ હતી અને ભયાનક ટ્રાફિક જામીના દૃશ્યો સર્જાયા હતા.

સાઈપ્રસમાં બ્રિટનના બેઝ પર હુમલો

સાઈપ્રસે પુષ્ટી કરી છે કે અમારે ત્યાં એક બ્રિટિશ સૈન્ય ઠેકાણે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જોકે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી. આ ઘટના પ્રાદેશિક સુરક્ષા અને રાજકીય સ્થિરતાના સંદર્ભમાં ચિંતાનો વિષય બની ગયા છે.

ફ્રાન્સે યુદ્ધજહાજ રવાના કર્યું 

બીજી બાજુ ફ્રાન્સે આ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલને ટેકો કરતાં યુદ્ધજહાજ રવાના કરી દીધું છે જે મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિને વધુ ભડકાવનારું પગલું સાબિત થઇ શકે છે.

VIDEO : અમેરિકાએ ઈરાની એરબેઝ પર કરી સ્ટ્રાઈક

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાન વિરુદ્ધ એર સ્ટ્રાઈકનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ઈરાની એરબેઝ, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન સાઇટ અને અન્ય સૈન્ય ઈમારતો પર હુમલો બતાવાયો છે.

લેબેનોનના બેરુતમાં ઈઝરાયલના પ્રચંડ હુમલા 

ઉલ્લેખનીય છે કે ખામેનેઈના મોત બાદ લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠને પણ ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવતા રોકેટ અને મિસાઈલ હુમલા કરવાનું શરુ કરી દીધું છે જેના લીધે ઈઝરાયલની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે હવે ઈઝરાયલે તેમના હુમલાનો જવાબ આપતા લેબેનોનની રાજધાની બેરુતમાં પ્રચંડ હુમલો કર્યો હતો જેના દૃશ્યો સામે આવ્યા છે

સંબંધિત પોસ્ટ્સ

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો નવો સમય

aminparmar

BREAKING NEWS :- ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર: ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, જાણો ભારત પર તેની શું થશે અસર?

ANIL PATEL

હોળી અને રમજાનના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:તહેવોરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા રાત્રિના સમયે પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી ચેકિંગ

aminparmar