Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરો, કાલે સિલિન્ડર મળશે’ — LPG ગેસના નામે નવો ઓનલાઈન સ્કેમ

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરો, કાલે સિલિન્ડર મળશે’ — LPG ગેસના નામે નવો ઓનલાઈન સ્કેમ

દુનિયાના કેટલાક ભાગોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી રહી છે. ભારતમાં LPG ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સાયબર ઠગો સક્રિય થઈ ગયા છે. સોશિયલ મીડિયા, WhatsApp અને SMS દ્વારા એક નવો LPG Gas Cylinder Scam ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમાં ગેસ યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઠગ લોકો મેસેજ મોકલે છે કે “અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરો, તો કાલે જ ગેસ સિલિન્ડર ઘરે મળશે.”

ગેસની અછતને કારણે ઘણા લોકો આ લાલચમાં આવી જાય છે અને છેતરાઈ જાય છે.

કેવી રીતે કામ કરે છે આ LPG ગેસ સ્કેમ?

સાયબર ઠગો સામાન્ય રીતે ત્રણ સ્ટેપમાં લોકોને ફસાવે છે.

નકલી જાહેરાતો
Facebook, Instagram અથવા Google પર નકલી જાહેરાતો દેખાડવામાં આવે છે. તેમાં તરત ગેસ ડિલિવરીનો વાયદો કરવામાં આવે છે.

નકલી વેબસાઇટ
જ્યારે કોઈ વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે છે ત્યારે તે એવી વેબસાઇટ પર પહોંચે છે જે અસલી ગેસ કંપની જેવી દેખાય છે.

પેમેન્ટ અને ડેટાની ચોરી
આ વેબસાઇટ પર યુઝર્સ પાસેથી

  • બેન્ક ડિટેલ્સ

  • UPI ID

  • ઓનલાઈન પેમેન્ટ

માગવામાં આવે છે.

જ્યારે વ્યક્તિ પેમેન્ટ કરે છે અથવા માહિતી આપે છે, ત્યારે ઠગ તરત જ પૈસા ઉપાડી લે છે.

ઘણી વખત મેસેજમાં એવો દબાવ પણ બનાવવામાં આવે છે કે “હવે બુકિંગ નહીં કરો તો સિલિન્ડર બીજાને આપી દેવામાં આવશે.”
આ ઉતાવળમાં લોકો મોટી ભૂલ કરી બેસે છે.

કેવી રીતે રાખશો પોતાને સુરક્ષિત?

સાયબર એક્સપર્ટ્સ અને પોલીસએ લોકોને ખાસ ચેતવણી આપી છે.

✔ ગેસ બુકિંગ માટે હંમેશા અધિકૃત વેબસાઇટ અથવા ઓફિશિયલ એપનો જ ઉપયોગ કરો.
✔ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો.
✔ OTP, UPI PIN અથવા બેન્ક વિગતો કોઈને પણ ન આપો.
✔ સોશિયલ મીડિયા પર આવતી ગેસ ઓફર પર વિશ્વાસ ન કરો.

આ ગેસ કંપનીઓ ક્યારેય આવી રીતે પેમેન્ટ માંગતી નથી

ભારતમાં મુખ્ય LPG કંપનીઓ જેમ કે

  • Indane

  • BharatGas

  • HP Gas

ક્યારેય પણ અજાણી લિંક દ્વારા પેમેન્ટ માંગતી નથી.

જો તમે સ્કેમનો ભોગ બન્યા હો તો શું કરવું?

જો તમારી સાથે આવી છેતરપિંડી થાય તો તરત પગલાં લો.

1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર કોલ કરો.
cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો.

ઝડપી ફરિયાદ કરવાથી પૈસા પાછા મળવાની શક્યતા વધી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

ભારત બનશે એનર્જી સુપરપાવર: હોમી ભાભાનું 70 વર્ષ જૂનું સપનું સાકાર, કલપક્કમમાં પરમાણુ વિજ્ઞાને રચ્યો ઈતિહાસ

praxpatel

PM મોદીની રેલી પહેલા કોલકાતામાં હિંસા: BJP અને TMC વચ્ચે પથ્થરમારો, અનેક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

praxpatel

માતા હિંદુ અને પિતા ખ્રિસ્તી, તો વિજય કયા ધર્મને માને છે? તમિલનાડુમાં ‘થલપતિ’ યુગની શરૂઆત!

praxpatel