Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

જનતા દરબારમાં હોબાળો: પાણીના પ્રશ્ને મંત્રી ઘેરાયા! સુઈગામમાં ઉગ્ર રજૂઆતો થતાં કેમેરા બંધ કરાવાયા

જનતા દરબારમાં હોબાળો: પાણીના પ્રશ્ને મંત્રી ઘેરાયા! સુઈગામમાં ઉગ્ર રજૂઆતો થતાં કેમેરા બંધ કરાવાયા

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારના સુઈગામ ખાતે યોજાયેલો જનતા દરબાર વિવાદોમાં સપડાયો છે. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીવાના પાણી ની સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

ગ્રામજનોના આક્રોશ અને ઉગ્ર રજૂઆતો સામે આવતા જ મંત્રીએ કેમેરા અને વીડિયો શૂટિંગ બંધ કરાવી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પીવાના પાણી ની અછત મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ

સુઈગામ વિસ્તારના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં અરજદારો પોતાની સમસ્યાઓ લઈને જનતા દરબારમાં પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીવાના પાણીની અછતનો મુદ્દો સૌથી ગંભીર બની રહ્યો હતો.

  • સ્થાનિકોની મુખ્ય માંગણીઓ: ગ્રામજનોએ અનિયમિત પાણી પુરવઠો, જૂની થઈ ગયેલી પાઈપલાઈનો અને પ્રિ-મોન્સૂન (ચોમાસા પહેલાની) કામગીરીના અભાવ અંગે મંત્રી સમક્ષ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

  • મંત્રી સાથે ચકમક: પાણીની વિકટ સ્થિતિના કારણે લોકો એટલા ગુસ્સામાં હતા કે મંત્રી અને સ્થાનિકો વચ્ચે સ્થળ પર જ ચકમક ઝરી હતી.

વીડિયો શૂટિંગ રોકવામાં આવતા વિવાદ વધ્યો

જનતા દરબારમાં સ્થિતિ વણસતા મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા પત્રકારો અને ત્યાં હાજર લોકોને વીડિયો શૂટિંગ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. સમગ્ર ઘટના કેમેરામાં કેદ ન થાય તે માટે લેવાયેલા આ પગલાંથી લોકોમાં વધુ નારાજગી ફેલાઈ હતી અને કાર્યક્રમ સ્થળે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

“ગરમી થાય છે, બહાર જાઓ”: મંત્રીની ટકોરથી જનતા નારાજ

જનતા દરબારમાં પ્રશ્નો લઈને આવેલા લોકોની ભીડ વધુ હોવાના કારણે હોલમાં ભારે ગરમીનો માહોલ સર્જાયો હતો. પ્રજાના પ્રશ્નો સાંભળવાના બદલે મંત્રીએ ટકોર કરી હતી કે, “વધારે લોકો હોવાથી ગરમી થાય છે, રજૂઆતો ઝડપથી પૂર્ણ કરો.”

એસી રૂમમાં બેઠેલા મંત્રી દ્વારા ભીડ ઓછી કરવા માટે લોકોને હોલની બહાર મોકલવામાં આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ અને કચવાટની લાગણી જોવા મળી હતી. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે અને લોકોમાં ધારાસભ્ય તેમજ મંત્રી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

 

સંબંધિત પોસ્ટ્સ

રોબર્ટ વાડ્રાને હાઈકોર્ટ તરફથી ઝટકો: શિકોહપુર લેન્ડ ડીલ કેસમાં રાહત મળી નહીં, 16 મેના રોજ હાજર થવું પડશે

praxpatel

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

ANIL PATEL