Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડ્યો અને કોંગ્રેસનો હાથ પકડ્યો, દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં વિધિવત જોડાયા

પુર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરીને કોંગ્રેસમાં સામેલ થયા. દાહોદ સ્થિત જનઆક્રોશ યાત્રા સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા ત્યારે આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા.

ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્ત્વ ધરાવતા નેતા છે, આથી તેમના કોંગ્રેસમાં જોડાવાથી રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની સંભાવનાઓ છે.

મહેશ વસાવા ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી શકે છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા આદીવાસી ક્ષેત્રોમાં ખળભળાટ મચ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

કેરળમાં ડાબેરી કિલ્લો ધ્વસ્ત: LDF ના 21 માંથી 13 મંત્રીઓ હાર્યા, UDF ની શાનદાર વાપસી

praxpatel

અભિષેક બેનર્જી પછી હવે કલ્યાણ બેનર્જીનો વિરોધ: ‘ચોર-ચોર’ ના નારા લાગતા રસ્તા પર બેસી ગયા TMC સાંસદ

praxpatel

ગુજરાતમાં મેઘતાંડવ: નવસારીમાં 15 શ્રમિકોને એરલિફ્ટ કરાયા, રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર

praxpatel