Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

IPL માં મોટો ધડાકો: ‘સ્ટીલ કિંગ’ લક્ષ્મી મિત્તલ એ ₹15,660 કરોડમાં ખરીદી રાજસ્થાન રોયલ્સ

IPL માં મોટો ધડાકો: 'સ્ટીલ કિંગ' લક્ષ્મી મિત્તલ ₹15,660 કરોડમાં ખરીદી રાજસ્થાન રોયલ્સ

IPL 2026 ની સીઝન વચ્ચે ક્રિકેટ જગતમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના જાણીતા સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ એ રાજસ્થાન રોયલ્સ (RR) ફ્રેન્ચાઈઝીના અધિગ્રહણની જાહેરાત કરી છે. આ સોદો અંદાજે 1.65 અબજ ડોલર એટલે કે 15,660 કરોડ રૂપિયામાં થયો છે.

નવા માલિકી માળખામાં કોણ કોણ છે?

આ ખરીદી એક કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવી છે. જેમાં લક્ષ્મી મિત્તલની સાથે સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા અને વર્તમાન માલિક મનોજ બદલે પણ સામેલ છે.

  • મિત્તલ પરિવાર: ટીમ પર મુખ્ય નિયંત્રણ રહેશે અને અંદાજે 75% હિસ્સો ધરાવશે.

  • અદાર પૂનાવાલા: તેમની પાસે 18% હિસ્સો રહેશે.

  • મનોજ બદલે: બાકીનો 7% હિસ્સો અન્ય રોકાણકારો પાસે રહેશે, જ્યારે મનોજ બદલે ટીમ સાથે માર્ગદર્શક તરીકે જોડાયેલા રહેશે.

રાજસ્થાન સાથે મિત્તલ નો ભાવનાત્મક સંબંધ

લક્ષ્મી મિત્તલનો જન્મ રાજસ્થાનના સાદુલપુર ગામમાં થયો હતો. આથી આ ટીમ સાથે તેમનો ખાસ ભાવનાત્મક સંબંધ છે. તેમણે જણાવ્યું કે, “મારો પરિવાર રાજસ્થાનનો છે, તેથી રાજસ્થાન રોયલ્સ સિવાય બીજી કોઈ ટીમનો હિસ્સો બનવું મને વધુ ન ગમ્યું હોત.”

ગ્લોબલ રોયલ્સ ફેમિલી પણ સોદામાં સામેલ

આ ડીલ માત્ર ભારતની રાજસ્થાન રોયલ્સ પૂરતી મર્યાદિત નથી. આમાં સાઉથ આફ્રિકાની પાર્લ રોયલ્સ અને કેરેબિયન લીગની બાર્બાડોસ રોયલ્સનો પણ સમાવેશ થાય છે. જોકે, આ સોદો BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી બાદ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થશે.

IPL 2026 માં ટીમનું પ્રદર્શન

વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ શાનદાર ફોર્મમાં છે. ટીમ પ્લેઓફ તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. નવા રોકાણ અને મજબૂત નેતૃત્વ સાથે રાજસ્થાન રોયલ્સના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે.


સંબંધિત પોસ્ટ્સ

સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ: એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે

Gujarat Plus

IND vs ENG: વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે તૈયારી પારખવાની આખરી તક, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે Live મેચ

praxpatel

ભારતમાં પહેલીવાર યોજાશે બિગ બેશ લીગની મેચ, પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાથી કરી મોટી જાહેરાત

praxpatel