Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

કપૂર ખાનદાનનો સૌથી ‘કંજૂસ’ સભ્ય કોણ છે? કરિશ્મા કપૂરે નામ જણાવી શેર કર્યો લંડન શોપિંગનો કિસ્સો

કપૂર ખાનદાનનો સૌથી 'કંજૂસ' સભ્ય કોણ છે? કરિશ્મા કપૂરે નામ જણાવી શેર કર્યો લંડન શોપિંગનો કિસ્સો

કપૂર ફેમિલી બોલીવુડની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ફેમિલી છે. રાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધી, આ પરિવારે હિન્દી સિનેમાને અનેક સુપરસ્ટાર્સ આપ્યા છે. વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર તેમનો સિક્કો ચાલે છે. પણ શું તમે જાણો છો કે આ અમીર પરિવારમાં એક એવો સભ્ય પણ છે, જેણે લંડનમાં ફક્ત બે જોડી મોજા અને બે રૂમાલથી ચલાવી લીધું હતું! કરિશ્મા કપૂરે ખુદ કપૂર ફેમિલીના આ સૌથી કંજૂસ સભ્યના નામનો ખુલાસો કર્યો છે.

કરિશ્માએ જણાવ્યું કપૂર ફેમિલીના સૌથી કંજૂસ સભ્યનું નામ

તાજેતરમાં કરિશ્મા કપૂર ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચી હતી. ત્યાં કપિલ શર્માએ તેને પૂછ્યું કે કપૂર પરિવારમાં સૌથી મોટો કંજૂસ સભ્ય કોણ છે? આના જવાબમાં એક્ટ્રેસે તરત જ પોતાના પિતા એટલે કે રણધીર કપૂર તરફ ઈશારો કર્યો અને હસવા લાગી.

રણધીર કપૂરે પણ આ વાત સ્વીકારી અને કહ્યું કે તેઓ પૈસા ખર્ચવામાં ખૂબ સાવધાની રાખે છે. કરિશ્માએ જણાવ્યું કે તેના પિતાને ક્યારેય પણ શોપિંગનો વધારે શોખ રહ્યો નથી.

લંડન શોપિંગનો મજેદાર કિસ્સો

આ પછી કરિશ્માએ પિતા સાથે જોડાયેલો એક રમૂજી કિસ્સો શેર કર્યો. તેણે કહ્યું, “જ્યારે મેં પિતાને પૂછ્યું કે તમે શોપિંગમાં શું ખરીદ્યું? તો તેમણે ખૂબ જ ગર્વથી કહ્યું કે મેં બે જોડી મોજા અને બે રૂમાલ ખરીદ્યા છે.”

કરિશ્માએ આગળ કહ્યું કે, “ઘણીવાર તો હું પિતાને ફરીથી શોપિંગ માટે મોકલતી હતી. જેથી તેઓ પોતાના માટે થોડો વધુ સામાન ખરીદી શકે.”

આ વાત પર રણધીર કપૂરે હસીને જવાબ આપ્યો, “બે-ચાર શર્ટ, એક-બે પેન્ટ, થોડા રૂમાલ, ટાઈ અને બે જોડી મોજા… આખરે એક માણસને આનાથી વધારે બીજી શું જરૂર હોય!”

વેબ સિરીઝ ‘બ્રાઉન’ ને લઈને ચર્ચામાં છે કરિશ્મા

નોંધનીય છે કે, ‘મર્ડર મુબારક’ પછી કરિશ્મા કપૂરે ફરીથી OTT પ્લેટફોર્મ પર ધમાકેદાર વાપસી કરી છે. હાલમાં તે પોતાની નવી સિરીઝ ‘બ્રાઉન’ (Brown) ને લઈને ખૂબ ચર્ચામાં છે.

ZEE5 પર રિલીઝ થયેલી આ 7 એપિસોડની સિરીઝમાં કરિશ્મા લીડ રોલમાં જોવા મળી રહી છે. દર્શકોને તેનો આ નવો અવતાર અને શાનદાર અભિનય ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કરિશ્મા હાલ આ સિરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે.

સંબંધિત પોસ્ટ્સ

યુપીમાં ‘કૃષ્ણાવતારમ’ ટેક્સ ફ્રી: CM યોગી આદિત્યનાથે વખાણી ફિલ્મ, જાણો શું છે ખાસિયત?

praxpatel

હોલીવુડ સિંગર રિહાનાના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ: રાઈફલ સાથે આવેલી મહિલાએ મચાવી તબાહી

praxpatel

સુંદરતામાં સ્ટારકિડ્સને ટક્કર આપે છે લારા દત્તાની પુત્રી સાયરા, અદાઓ જોઈને લોકો બોલ્યા- ‘આ તો આગામી મિસ યુનિવર્સ’

praxpatel