kareena kapoor: કરીના કપૂર ખાનના તાજેતરના જિમ લુક બાદ સોશિયલ મીડિયા પર તેની ત્રીજી પ્રેગ્નન્સીને લઈને અફવાઓનું બજાર ગરમ થયું હતું. લોકો કરીનાને શુભેચ્છાઓ આપવા લાગ્યા હતા. હવે આ સમગ્ર વિવાદ અને અફવાઓ પર કરીનાની નણંદ એટલે કે સૈફ અલી ખાનની બહેન સબા પટૌડીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
મુખ્ય મુદ્દા (Highlights):
-
જિમ આઉટફિટમાં કરીના કપૂરનો વીડિયો વાયરલ થયા બાદ ત્રીજી પ્રેગ્નન્સીની અટકળો શરૂ થઈ હતી.
-
નણંદ સબા પટૌડીએ વીડિયો રી-શેર કરીને અફવાઓ ફેલાવનારાઓને રોકડું પરખાવ્યું.
-
સૂત્રોના જણાવ્યા અનુસાર, કરીના કપૂર પ્રેગ્નન્ટ હોવાના દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
-
વર્કફ્રન્ટ પર કરીના ટૂંક સમયમાં મેઘના ગુલઝારની ફિલ્મ ‘દાયરા’માં જોવા મળશે.
નણંદ સબા પટૌડીએ શું કહ્યું?
સબા પટૌડીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને રી-શેર કરતાં લખ્યું, “એક ખરાબ એંગલ કે બેડ હેર ડે હોઈ શકે છે. કોઈ આટલું બધું કેવી રીતે અંદાજ લગાવી શકે? તે એરપોર્ટ પર એકદમ સ્લિમ અને ક્લાસી લુકમાં જોવા મળી હતી અને આજે જિમ બહાર આવી દેખાઈ, બસ આટલી જ વાત છે.”
તેમણે આગળ લોકોને અંગત જીવન અંગે અફવાઓ ન ફેલાવવાની સલાહ આપતાં કહ્યું કે, “જીવો અને જીવવા દો. અમુક બાબતો વ્યક્તિગત (Private) રહેવી જોઈએ.” મજાકીયા અંદાજમાં સબાએ ઉમેર્યું કે, “હું મારી બહેન સોહા અલી ખાનને બીજા બાળક માટે જરૂર કહું છું, કાશ એ વાત સાચી પડી જાય, જોકે આ સાંભળીને તે મને મારશે!”
કરીનાના આગામી પ્રોજેક્ટ્સ
કરીના કપૂર છેલ્લે વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે તે ડિરેક્ટર મેઘના ગુલઝારની આગામી ફિલ્મ ‘દાયરા’માં જોવા મળશે, જેમાં તેની સાથે દક્ષિણ ભારતીય અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બંને કલાકારો પ્રથમ વખત મોટા પડદા પર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.
