Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

મંગળસૂત્ર વાળા વાયરલ ફોટો પર કંગના રનૌતની સ્પષ્ટતા, ગુપ્ત લગ્નની અફવાઓનું જણાવ્યું સત્ય

મંગળસૂત્ર વાળા વાયરલ ફોટો પર કંગના રનૌતની સ્પષ્ટતા, ગુપ્ત લગ્નની અફવાઓનું જણાવ્યું સત્ય

બોલિવૂડ અભિનેત્રી અને રાજનેતા કંગના રનૌતના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં કંગના ગળામાં મંગળસૂત્ર અને હાથમાં પરંપરાગત લીલી બંગડીઓ પહેરેલી જોવા મળી રહી છે. આ ફૂટેજ સામે આવ્યા બાદ ફેન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શું કંગનાએ ગુપચુપ લગ્ન કરી લીધા છે? જો કે, હવે અભિનેત્રીએ પોતે જ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

શું છે સમગ્ર મામલો?

વાયરલ વીડિયોમાં કંગના રનૌત એક સાદા પીચ રંગના કુર્તામાં જોવા મળી રહી છે. પરંતુ લોકોનું ધ્યાન તેના મંગળસૂત્ર અને લીલી બંગડીઓ પર ગયું હતું. આ લુક જોઈને સોશિયલ મીડિયા પર લોકો કંગનાના રહસ્યમય પતિ વિશે અટકળો લગાવવા લાગ્યા હતા. શુક્રવારે કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને આ અફવાઓનું સત્ય જણાવ્યું છે. તેણે સ્પષ્ટ કર્યું કે આ લુક માત્ર તેની આગામી ફિલ્મ શૂટિંગના એક ભાગરૂપ છે.

‘હું છાનામાના લગ્ન નહીં કરું, પ્રોમિસ…’

વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કંગનાએ લખ્યું, “હું દરરોજ સિટી અને તેની આસપાસ શૂટિંગ કરી રહી છું. કોઈકે મેકઅપ રૂમમાં મારો આ ફોટો ક્લિક કરી લીધો અને હવે મને સતત ફોન આવી રહ્યા છે. એક પરિણીત મહિલાના લુકમાં વળી એટલી શું મોટી વાત છે? કલાકારો દરેક પ્રકારના પાત્રો ભજવતા હોય છે. હું ક્યારેય છાનામાના લગ્ન નહીં કરું, આ મારું પ્રોમિસ છે.”

40 વર્ષની ઉંમરે પણ સિંગલ છે કંગના

કંગના રનૌત બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક છે. સિનેમા બાદ તેણે રાજકારણમાં પણ એન્ટ્રી કરી છે અને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. ગ્લેમર અને રાજનીતિની દુનિયામાં આટલું મોટું નામ કમાયા બાદ પણ કંગનાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. 40 વર્ષની ઉંમરે પણ કંગના સિંગલ લાઈફ જીવી રહી છે અને પોતાની તમામ જવાબદારીઓ એકલા હાથે નિભાવી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

‘શો માટે ઇમોશન્સ સાથે રમત’: આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના દાવા પર ભડક્યા ફેન્સ, ગૌરવ ખન્ના પણ થયા ટ્રોલ

praxpatel

જ્યારે ફેને રણબીર કપૂરને ‘રણવીર સિંહ’ કહીને બોલાવ્યો! ‘ધુરંધર’ની સફળતા પર એક્ટરનું રિએક્શન વાયરલ

praxpatel

જેસ્મીન સેન્ડલાસનો ખુલાસો: ‘દારૂની લત અને એકલતામાં જીવતી હતી, ભગવાન પાસે જીવની ભીખ માંગી’

praxpatel