Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

‘ટ્રમ્પ, કંઈક તો બોલો…’: ઈરાને અમેરિકાની મજાક ઉડાવી, 24 કલાકમાં અનેક ફાઈટર જેટ તોડી પાડ્યા

‘ટ્રમ્પ, કંઈક તો બોલો...’: ઈરાને અમેરિકાની મજાક ઉડાવી, 24 કલાકમાં અનેક ફાઈટર જેટ તોડી પાડ્યા

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં ઈરાને આક્રમક તેવર બતાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ઈરાની સેનાએ અમેરિકાના બે ફાઈટર જેટ, એક મોટું એરક્રાફ્ટ અને અનેક હેલિકોપ્ટરોને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની મજાક ઉડાવતા કહ્યું કે, ‘ટ્રમ્પ… પ્લીઝ કંઈક તો બોલો…

ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પ ની કરી ભારે ફજેતી

ઝિમ્બાબ્વે સ્થિત ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને અમેરિકાની મજાક ઉડાવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘ટ્રમ્પ… પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળી રહ્યા છીએ.’ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને અમેરિકાના અત્યાધુનિક MQ9 ડ્રોન અને ક્રૂઝ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દીધી છે.

 

ટ્રમ્પ ના દાવાઓ પર પાણી ફરી વળ્યું

તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઈલ હુમલો કરવાની અને ડિફેન્સ કરવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે. પરંતુ ઈરાનના તાજા હુમલાઓએ આ દાવાને ખોટો સાબિત કર્યો છે:

  • અમેરિકન બેઝ પર ટાર્ગેટ: ઈરાન તેલ-અવીવથી લઈને મધ્ય-પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.

  • ફાઈટર જેટ ક્રેશ: શુક્રવારે થયેલા હુમલામાં એક અમેરિકન ફાઈટર જેટ ક્રેશ થયું હતું, જેનો પાયલટ હજુ પણ લાપતા છે.

  • ભારે આર્થિક નુકસાન: આ યુદ્ધમાં અમેરિકાને સૈન્ય અને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર

ઈરાન અત્યારે અમેરિકા અને ઈઝરાયલના જેટ અને ડ્રોનને તોડી પાડવા માટે પોતાના અચૂક હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે. આ સ્થિતિને કારણે વિશ્વભરમાં તણાવ વધી રહ્યો છે અને અમેરિકન સેનાની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત : ‘પ્રેમ કરતાં પ્રેમલગ્ન કરવાં મુશ્કેલ’, લગ્નનોંધણીના સૂચિત સુધારા પર યુવતીઓ મત

aminparmar

યુગાન્ડા આર્મી ચીફની વિચિત્ર માંગ: તુર્કિયે પાસે માંગ્યા 1 અબજ ડોલર અને સુંદર કન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ!

praxpatel

વિશ્વઉમિયાધામ ખાતે સારસ્વત પરિષદમાં સનાતન ધર્મના વૈજ્ઞાનિક રિસર્ચ અંગે ચર્ચા થઈ

ANIL PATEL